Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતો રૂ.7.20 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મીની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

Share

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકના આસોપાલવ ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી રૂ.7.20 લાખનો વિદેશી દારૂ સહિત રૂ.10.38 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.આ મામલામાં પોલીસે સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચિરાગ રસીક સુદાણીની અગાઉ ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં દારૂનો જથ્થો સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું બહાર આવતા જીઆઇડીસી પોલીસે વલસાડથી ધરપકડ કરી છે.સસ્પેન્ડેડ પોલીસકર્મી દારૂની સપ્લાય કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સંજય ચાવડા સુરત તરફથી વિદેશી દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલતો હોવાનું બહાર આવ્યું હતું આ માટે તે અગાઉ ઝડપાયેલ આરોપી ચિરાગને રૂ.10 હજાર આપતો હોવાનો પણ ખુલાસો થયો છે.દારની હેરાફેરીમાં સંડોવાયેલ પોલીસકર્મી સંજય ચાવડા વર્ષ 2016 માં અનાર્મ પોલિસ જવાન તરીકે જોડાયો હતો અને વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો. વર્ષ 2024માં પણ તે વાંસદ ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ સહીત સાત પોલીસ કર્મીઓની બદલી કરી પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રાન્સફર કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વન આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે NFSA 2536 જેટલાં રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!