Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કર્મચારીઓની સલામતીની પ્રક્રિયાને મજબુત બનાવે છે : એક નવી/વધારાની માર્ગદર્શિકા જાહેર કરી.

Share

ભારતની એક અગ્રણી ખાનગી નોન-લાઈફ ઇન્સ્યુરન્સ કંપનીઓમાંની એક આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના કર્મચારીઓની સલામતી અને તાલિમના પગલાને મજબુત બનાવે છે. કર્મચારીઓનું સ્વાસ્થ્યએ પ્રાથમિક્તા છે અને વીમા કંપની તેના કર્મચારીને એક સ્વસ્થ, સલામત અને માણવા લાયક કામનું વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.

ઓફિસમાં પાછા ફરતા કર્મચારીઓની સંખ્યામાં અપેક્ષિત વધારા પહેલા હવે જ્યારે વધુને વધુ લોકો રસી મુકાવી રહ્યા છે, ત્યારે કંપની દ્વારા વધારાના પગલા અમલમાં મૂકવામાં આવ્યા છે. ઓફિસ આવીને કામ કરવા ઇચ્છતા કર્મચારીઓની સલામતી અને સવલતને ધ્યાને રાખીને, આ કર્મચારીઓ માટે વિકલ્પ આપ્યો છે કે, જેમને સંપૂર્ણ રસી લઈ લીધી હોય કે પછી છેલ્લા 90 દિવસ સુધી કોવિડ-19 પોઝિટીવ આવ્યા હોય, તેમને એક નેગેટિવ આરટી- પીસીઆર રિપોર્ટ રજૂ કરીને આવી શકે છે.

Advertisement

વધુમાં, કર્મચારી દ્વારા આપવામાં આવેલો આ આરટી-પીસીઆર રિપોર્ટએ પોઝિટીવ રિપોર્ટ આવ્યાના 105 દિવસ સુધી માન્ય રહેશે. 105 દિવસ બાદ, કર્મચારીએ રસી મેળવી છે, તેનું અથવા તો, એક નવો આરટી-પીસીઆર રિપોર્ટ આપવાનો રહેશે. જે કર્મચારીએ રસીનો એક ડોઝ લીધો છે, તેમને કામચલાઉ કે પછી છેલ્લું રસીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.વીમા કંપની સમજે છે કે, રસીકરણ બાદ પણ વાયરસનો ફેલાવો ચાલું છે અને તેથી જ, તેના કર્મચારીઓનું રક્ષણ અને આરોગ્ય માટે કડક પગલાને અમલી બનાવ્યા છે.

બ્રાન્ચ ડિસઇન્ફેક્શન અને એર-કંડિશનિંગ

કોવિડ-19 એ ખૂબ જ ઝડપથી ફેલાતો વાયરસ છે, જે એક જ સપાટીને અડીને પણ ફેલાય છે, ત્યારે દરેક આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ઓફિસએ ડિસઇન્ફેક્શનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. ઓફિસ પ્રિમાઇસિસના દરેક ખૂણા, જ્યાં મનુષ્ય દ્વારા વધુ સ્પર્શ થાય છે, તેને અત્યંત ઉંડાણપૂર્વક સાફ કરીને નિયમિત રીતે ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. વધુમાં, એર-કંડિશનની નિયમિત સર્વિસ થાય છે, જેનાથી તે શક્ય એટલી સ્વચ્છ હવા આપે અને પર્યાપ્ત ક્રોશ વેન્ટિલેશન મળી રહે.

કોવિડ-19 ક્વોરન્ટાઈન એસેસમેન્ટ કમિટી

કોવિડ-19 પોઝિટીવ કોન્ટેક્ટ, શંકાસ્પદ કે પૂરવાર થયેલા કેસ અંગેના નિર્ણય લેવા માટે નિષ્ણાંતોની એક ખાસ કમિટી તૈયાર કરવામાં આવી છે, જે કોવિડ-19 ક્વોરન્ટાઈન એસેસમેન્ટ કમિટી (ક્યુએસી) તરીકે ઓળખાય છે. કમિટીની પ્રાથમિક જવાબદારી છે કે, અસરગ્રસ્ત કર્મચારીઓને જરૂરી મદદ પૂરી પાડવી, જેમાં આરટી-પીસીઆર પરિક્ષણથી લઇને વધુ મુશ્કેલ કેસમાં હોસ્પિટલની સુવિધાનો પણ સમાવેશ થાય છે.

સામાજિક દૂરી

અંતે, જ્યારે ઓફિસ પ્રિમાઇસિસમાં કામ કરવા માટેના દરેક સલામત અને સવલતના સાવચેતીના પગલા ધ્યાનમાં લેવામાં આવ્યા છે, ત્યારે કોવિડ-19 ના ફેલાવાને અટકાવવા માટે સામાજિક દૂરીએ સૌથી સરળ અને સૌથી અસરકારક પગલું પૂરવાર થયું છે. તેથી, વીમા કંપનીએ આ બાબતની પણ ખાતરી રાખી છે કે, હંમેશા સામાજિક દૂરીને જાળવી શકાય.

આ વર્ષની શરૂઆતમાં કોવિડ-19 પહેલા અને પછી કર્મચારીઓના કામના અનુભવને સમજવા તથા નવા કામની પ્રણાલીને ચાલુ કરવા તેમની તૈયારી માટે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘરેથી કામ કરવાનો સંતોષએ ઓફિસથી કામ કરવાના સંતોષથી અત્યંત ઓછો છે. ફક્ત 25 ટકા જ ઉત્તરદાતાઓએ એવું કહયું હતું કે, તેઓ ઘરેથી કામ કરીને ખૂશ છે, તેની તુલનામાં 75 ટકા ઉત્તરદાતા ઘરેથી કામ કરવાની અસંતુષ્ટ છે. ઓફિસ ફરીથી ખૂલવાથી અને ત્યાંથી જ કર્મચારીઓનો કામ કરવાની મંજૂરી આપીને, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ એવું માને છે કે, કર્મચારીઓ ફરીથી તેમના રોગચાળા પહેલાના કામના સંતોષને મેળવી શકશે, જેથી તેમની ક્ષમતા અને ઉત્પાદક્તા વધશે.

સુચિત્રા આયરે


Share

Related posts

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે: ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

નર્મદાના તિલકવાડા તાલુકામાં ત્રણ 3 ઈંચ વરસાદ ખાબક્યો : મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–209 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

ProudOfGujarat

અંકલેશ્વર : કેશવપાર્ક ખાતે નવા RCC રોડના કામનુ ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!