Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આ નવા પોર્ટલ અને નિયમોનો ઉદ્દેશ્ય ફાયર સેફ્ટી સંબંધિત પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવા ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલ ( ગુજરાત ફાયર સેફ્ટી કોપી )

Share

ભરૂચ

તા .૧૫ ડીસેમ્બર૨૦૨૩ ના રોજ ગુજરાત રાજ્યના માન મુખ્યમંત્રીદ્વારા ગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સેફટી કોપ) નું અનાવરણ કરેલ છે .આ પોર્ટલનો ઉદ્દેશ રાજ્યભરમાં ફાયર સેફ્ટી ફ્રેમ વર્કને મજબૂત કરવાનો છે જે અન્વયે ગુજરાત સરકારશ્રી દ્વારા તા. ૧૩ ડીસેમ્બર૨૦૨૩ના રોજ ગેઝેટ બહાર પાડવામાં આવેલ છે. આ ગેઝેટ https://qujfiresafetycop.in/Content/regulations-117 વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જુના રેગ્યુલેશન રદ થઈ.૧૩ ડીસેમ્બર૨૦૨૩ના રોજ થી અમલીકરણ કરવામાં આવેલ છે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટી સર્ટીફીકેટ એક સમાન એક જ પોર્ટલ Fire Safety Compliance Portal (FSCOP) થકી ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેઝર રૂલ્સની ત્રીજી અનુસુચિમાં દર્શાવેલ ઈમારતો ૨૦૨૧-/ એકમોમાં નીચે મુજબની એપ્રુવલ આપવામાં આવશે.

 – ફાયર NOC, જે હવે પછીથી ફાયર સેફ્ટી સર્ટીફીકેટ અપ્રુવલ (FSCA)તરીકે ઓળખાશે.

Advertisement

 – બિલ્ડીંગમાં ફાયર સેફટી પ્લાન(FSPA), ફાયર સેફ્ટી સર્ટીફીકેટ અપ્રુવલ (FSCA)અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટ રીન્યુઅલ (FSCR) ની મંજૂરી રીજીયોનલ ફાયર ઓફીસથી આપવામાં આવશે. – ફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ (FSCR)ઈશ્યુ ગુજરાત સરકારશ્રી દ્વારા નામાંકિત કરાયેલ ફાયર સેફટી ઓફિસર (FSO)દ્વારા જ ઓનલાઈન પોર્ટલ થકી કરવામાં આવશે.

સમયસરફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ (FSCR)કરાવવાની જવાબદારી ફક્ત જે તે પ્રીમાઈસીસના માલિકો/હોદ્દેદારો/સંચાલકો/કબજેદારોની જ રહેશે.

 હવે પછીથી FIRE SAFETY PLAN APPROVAL (FSPA), FIRE SAFETY CERTIFICATE APPROVAL (FSCA) અને FIRE SAFETY CERTIFICATE RENEWAL (FSCR) માટે ઓનલાઈન અરજી ગુજરાત રાજ્ય સરકારના પોર્ટલ https://gujfiresafetycop.in પર કરવાની રહેશે. જો અરજદારને અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ગુજરાત સરકારના હેલ્પ ડેસ્ક હનં :૯૮૨૪૭૪૪૩૪૧ તથા ૭૪૦૫૭૪૬૫૪૭ અથવા rfo-sfps-surat@gujarat.gov.in ઈ-મેઈલ આઈડી પર પોતાની ક્વેરી મોકલી શકે છે. તેંમ મુખ્ય અધિકારી ભરૂચ નગરપાલીકા દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

 


Share

Related posts

મહારાષ્ટ્રનાં રાયગઢમાં બસ ખીણમાં ખાબકતાં 8 મુસાફરોના મોત

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર જાની અને ઉપ નેતા તરીકે શરીફ કાનૂગા ની વરણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!