Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બરોડા બીએનપી પારિબા બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ સાથે ભારતના લિગસી બિઝનેસમાં હિસ્સો મેળવવાનું લક્ષ્ય

Share

મુંબઈ,

તમે ભારતના વિખ્યાત વારસાગત વ્યવસાયોમાં હિસ્સો મેળવવાની કલ્પના કરી છે? અનેક રોકાણકારો માટે આ સ્વપ્ન મૃગજળ જ રહ્યું છે. ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે વિવિધ પેઢીઓમાં સ્વીકૃતિ તથા વૈવિધ્યીકરણ માટેની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે જેનાથી તેઓ ટકી શક્યા છે અને તેમનો આર્થિક પ્રભાવ* વધારી શક્યા છે. દાયકાઓથી આ વર્ષો જૂના સાહસો અનેક પેઢીઓ સુધી વિસ્તરેલા ઔદ્યોગિક સમૂહો બન્યા છે જે ભારતના અર્થતંત્રને વેગવંતુ રાખે છે.

Advertisement

મોટા ઔદ્યોગિક સમૂહો અનેક લિસ્ટેક કંપનીઓ ધરાવે છે અને મીઠાથી લઈને સ્ટીલ સુધીના લગભગ દરેક વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે તેમની કઈ કંપની શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તે નક્કી કરવું મોટાભાગના રોકાણકારો માટે મૂંઝવણભર્યું બની શકે છે.પ્રસ્તુત છે બરોડા બીએનપી પારિબા બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ. એક એવું ફંડ જે ભારતમાં વ્યાપારી સમૂહોનો ભાગ રહેલી કંપનીઓમાં રોકાણ પર ધ્યાન આપતો ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો ઓફર કરીને ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સમૂહોમાં રોકાણ માટે રોકાણકારોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 2 સપ્ટેમ્બર, 2025માં સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 15 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે. માત્ર મહિને રૂ. 500ના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા રોકાણકારો રોકાણ કરવાની સંભાવના ધરાવતી કંપનીઓ પસંદ કરવા માટે પ્રોફેશનલ ફંડ મેનેજર્સ અને એનાલિસ્ટ્સ પર મદાર રાખીને ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગ સમૂહોમાં ભાગ લઈ શકે છે.

બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ઇક્વિટી સંજય ચાવલાએ જણાવ્યું હતું કે અમારા બરોડા બીએનપી પારિબા બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડના એનએફઓથી અમારા રોકાણકારો ભારતમાં લિસ્ટેડ કંપનીઓ સાથે અનેક પેઢીઓ સુધી વિસ્તરેલા ઔદ્યોગિક સમૂહોનો એક ભાગ મેળવી શકશે. સામાન્ય રીતે ઔદ્યોગિક સમૂહોને વૈવિધ્યસભર આવકના પ્રવાહો અને મૂડીની સરળ પહોંચ તેમજ મજબૂત બ્રાન્ડ પ્રતિષ્ઠા અને ગ્રાહક વિશ્વાસનો લાભ મળે છે જે તેઓ શરૂ કરે છે તેવા કોઈપણ નવા વ્યવસાયમાં શરૂઆતમાં જ સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે.

 

ઔદ્યોગિક સમૂહો ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ છે જેમાં કેટલાક સૌથી મોટા અને સૌથી મૂલ્યવાન સાહસોનો સમાવેશ થાય છે.આ સ્કીમ બીએસઈ સિલેક્ટ બિઝનેસ ગ્રુપ્સ ઇન્ડેક્સ સામે બેન્ચમાર્ક હશે અને ઓછામાં ઓછા ચાર ઔદ્યોગિક જૂથોમાં રોકાણ કરશે, જેમાં ગ્રુપ એક્સપોઝર નેટ એસેટ્સના 25 ટકા સુધી મર્યાદિત રહેશે. આ ફંડનું સંચાલન શ્રી જીતેન્દ્ર શ્રીરામ – સિનિયર ફંડ મેનેજર અને શ્રી કુશાંત અરોરા – ફંડ મેનેજર અને રિસર્ચ એનાલિસ્ટ દ્વારા કરવામાં આવશે.

સ્કીમના ફંડ મેનેજર જીતેન્દ્ર શ્રીરામે જણાવ્યું હતું કે ગ્લોબલ રિફોકસિંગ અથવા કૌટુંબિક વિભાજન અથવા આંતર-પેઢી સંક્રમણને કારણે મૂલ્ય અનલોકિંગને વેગ આપવા માટે ડિમર્જર જેવી કોર્પોરેટ કામગીરીઓથી પણ ઔદ્યોગિક સમૂહોને ફાયદો થઈ રહ્યો છે. આ પરિબળો આવા વ્યવસાયો માટે રોકાણની તકોમાં વધુ સુધારો કરી રહ્યા છે.આ લોન્ચ સાથે, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને ભારતના સુપ્રસિદ્ધ ઔદ્યોગિક સમૂહોના એક ભાગના માલિક બનવા સક્ષમ બનાવે છે તથા સંપત્તિ નિર્માણને સુલભ, માળખાગત અને વ્યવસાયિક રીતે સંચાલિત બનાવે છે.

#આ સ્કીમ વિશે વધુ માહિતી મેળવવા માટે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટનો અભ્યાસ કરો.

 

એસઆઈપી – સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન


Share

Related posts

અંકલેશ્વર અવાદર ગામ પાસે કચરા ના ખડકાતા ઢગ થી સમસ્યા…

ProudOfGujarat

વિરમગામ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધીકારીઓ દ્વારા સ્વચ્છતા ચેકલીસ્ટ ભરાયા

ProudOfGujarat

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીના બાઈસેપ્સ જોઈને તમે પણ વર્કઆઉટ કરવા પ્રેરાશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!