Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો ગાંધીનગર ખાતે ચુંટણી પ્રવાસ.

Share

તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી યોજાનાર છે, ત્યારે ગુજરાતમાં ભાજપા કોંગ્રેસ પછી ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુતની આગેવાની હેઠળ જિલ્લાના ૨૦ જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો ગાંધીનગર ખાતે પોતાના પક્ષના ઉમેદવારના પ્રચાર માટે ગયા હતા. ગાંધીનગર ખાતે આ કાર્યકરો વોર્ડ નંબર ૪ માં મતદારોને મળ્યા હતા અને પાર્ટીના ઉમેદવારને મત આપીને વિજયી બનાવવા અપીલ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપરાંત નર્મદા આણંદ વિ.જિલ્લાના કાર્યકરો પણ ગાંધીનગર ખાતે ચુંટણી પ્રચારના કાર્યક્રમમાં જોડાયા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ચોરીની એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

અંક્લેશ્વર અસ્મિતા ગ્રુપ દ્રારા “ગ્રીષ્મપર્વ” અંતર્ગત સુરીલી સંધ્યાનું આયોજન કરાયું….

ProudOfGujarat

ભરૂચ 108 ઈમરજન્સી સેવા ફરી બની જીવન સંજીવની, એમ્બ્યુલસમાં જ સગર્ભાની સફળ પ્રસુતી કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!