Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડી ગામે મોબાઇલ પર સટ્ટાબેટિંગના આંકડા લખાવતો યુવક ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં મોબાઇલ પર સટ્ટાબેટિંગના આંકડાનું કટિંગ કરાવતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસના જવાનો ગતરોજ રાજપારડી ટાઉનમાં દારુ જુગારને લગતી રેઇડમાં નીકળ્યા હતા,તે દરમિયાન બાતમી મળી હતીકે રાજપારડીના સડક ફળિયામાં રહેતો તોફિકમદાર હાજીમદાર દિવાન નામનો ઇસમ તેના ઘરે મોબાઇલ ફોન પર સટ્ટા બેટિંગના હારજીતના આંકડા રમાડે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ત્યાં ઘરમાં બેસીને એક ઇસમ મોબાઇલ પર અન્ય ઇસમ સાથે સટ્ટા બેટિંગના આંકડા પૈસાથી રમાડતો હોવાનું જણાયું હતું. પોલીસ તપાસ દરમિયાન તે ઇસમનું નામ તોફિકમદાર હાજીમદાર દિવાન ઉ.વ.૨૧ હોવાનું જણાયું હતું. આ યુવકના મોબાઇલ ફોનમાં જોતા વોટ્સએપ પર અલગઅલગ નંબર સાથે ચેટીંગ કરેલ હતું. મોબાઇલમાં જોતા ભટ્ટભાઇના નામથી સેવ કરેલ નંબર જણાયો હતો. આ નંબર સાથે વોટ્સએપ પર ચેટીંગ દ્વારા વિવિધ આંકડા લખેલા હતા. વોટ્સએપમાં અન્ય એક નંબર કિરણના નામથી સેવ કરેલ હતો. આ નંબર પર પણ વિવિધ આંકડા લખેલા હતા. અને આ ચેટીંગના જવાબમાં ઓકે લખેલ હોવાનું જણાયું હતું. તોફિકને આ નંબરોવાળા ઇસમો વિષે પુછતા ભટ્ટભાઇ તેમજ કિરણભાઇ વડોદરાના હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત પોતાના મોબાઇલ ફોનમાં લખેલ આંકડાનું કટિંગ શિનોર તાલુકાના સાધલીના રઇશભાઇ નામના ઇસમને મોબાઇલ પર લખાવતો હોવાનું તોફિકે જણાવ્યું હતું. આ ત્રણેય ઇસમો સાથે છેલ્લા ત્રણ ચાર મહિનાથી વોટ્સએપ પર સટ્ટા બેટિંગના આંકડા લખાવીને પૈસાથી હારજીતનો જુગાર રમાતો હોવાનું જણાવ્યું હતું. આ બાબતે રાજપારડી પોલીસે તોફિકમદાર હાજીમદાર દિવાન રહે.રાજપારડી સડકફળિયું, તા.ઝઘડિયા, જી.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે રાજપારડી પંથક સહિત ઝઘડિયા તાલુકાના મોટાભાગના ગામોએ સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર ચાલતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે પોલીસ દ્વારા પકડાયેલા સટોડિયાઓ છુટ્યા બાદ ફરીથી આ પ્રવૃત્તિ ચાલુ કરી દેતા હોવાની વાતો પણ સામે આવી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચથી પાલેજનો રોડ તથા કરગટથી સિતપોણ ગામને જોડતાં રોડનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

એકતરફી પ્રેમના પરિણામે નારાયણ નગર ભરૂચ વિસ્તરમાં ભર બપોરે ચપ્પુ ઉછળતા એક છોકરીને થયેલ ઇજા.જાણો કેમ અને ક્યાં ?

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!