Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર માં ઇદે મિલાદુન્નબી ના તહેવાર ની દબદબાભેર ઉજવણી કરાઇ.

Share

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ સંપન્ન

05.09 અંકલેશ્વર-

Advertisement

અંકલેશ્વર શહેર માં ઇદે મિલાદુન્નબી ના તહેવારની ઉત્સાહભેર ઉજવણી ક૨વામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઇદે મિલાદુન્નબીના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો નીકળ્યા હતા . જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલલ્લાહો અલયહિ વસલ્લમ સાહેબના 1500 માં જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકત થી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઠેર-ઠેર ઝૂલૂસ આમ ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. આજ રોજ ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહે૨ના કસ્બાતી વાડ થી નીકળી કાગદીવાડ, ગોયા બજાર, ભાટવાડ, ભંડાર હોટલ, મુલ્લાવાડ થઈ કાજી ફળિયા થી હઝરત હલીમશાહ દાતાર ભંડારી ની દરગાહ શરીફ ખાતે બાલ મુબારક ની જિયારત કરાવી જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ના ડીવાયએસપી ઓઝા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેર પી.આઇ. ચાવડા, પીએસઆઇ ચોહાણ તથા સ્ટાફ નાઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલ માં તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવાયો હતો.
. આ ઝુલુસ માં જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટી ના મુસતક શેખ, મુખ્તિયાર મલેક, વસીમ ફડવાલા,સૈયદ ગ્યાસુદ્દીન કાજી, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ આરીફ બાવા, બખ્તિયાર પટેલ, અમન પઠાણ, સહીત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.


Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માં આવેલ ટાયર પંચર ની દુકાન માં આગ ફાટી નીકળતા દોઢધામ મચી હતી……

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વે ધારદાર દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવારની વ્યવસ્થા જીવદયા પ્રેમી સંસ્થાઓ સતત કાર્યરત રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વરસાદ ના બે દિવસ પછી પણ વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી આમલા ખાડી સહિત ની વિવિધ ખાડીઓ પ્રદુષિત બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!