Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વરસાદ ના બે દિવસ પછી પણ વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી આમલા ખાડી સહિત ની વિવિધ ખાડીઓ પ્રદુષિત બની

Share

*તંત્ર નું એક બીજા પર દોષારોપણ*

Advertisement

અંકલેશ્વર

તારીખ.27.06.18

ચોમાસા ના પ્રથમ વરસાદ ના બે દિવસ પછી પણ અંકેલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વિવિધ કલર નું ગંદુ પાણી નિકરવાનું ચાલુ રહેતા આમલખાડીમાં . અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદુષિત થઈ રહી છે અને આ પાણી નર્મદાનદી દ્વારા દરિયા સુધી પોહચ્યા છે આમ આ જળ પ્રદુષણ થી ભૂગર્ભ જળ પણ ખરાબ થશે જેથી પર્યાવરણ ને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. આ બાબત ને જાણકારી સરકારી તંત્ર ને હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે.

વરસાદ નો લાભ ખેડૂતો કરતા ઉદ્યોગ પતિઓ વધારે લઈ રહ્યા છે. અલગ અલગ ખાડી માં અલગ અલગ કલર વહી રહ્યું છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમપટેલે આ બાબતે ગુજરાત પોલૂશન કન્ટ્રોલ બોર્ડ ના વિભાગીય અધિકારી ને આ બાબતે ફરિયાદ કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી જાણકારી માં છે અને અમોએ વિવિધ સ્થરે થી સેમ્પલો લીધા જ છે અને યોગ્ય કાર્યવાહી કરીશું.


Share

Related posts

ગોધરામા મહંત સ્વામીના સંત્સંગકાર્યક્રમમા હરીભકત અક્ષરનિવાસી થયા.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!