Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણનાં મિયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

કરજણ તાલુકાના મીયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. મિયગામથી સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું. જે ઝુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. ત્યાં જઈ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સૈયદ અસગર અલી બાવા સાહેબે દુઆ ગુજારી હતી. સલાતો સલામના પઠન સાથે તેમજ દુઆઓ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

સૈયદ અસગર અલી બાવા સાહેબે નિવેદનમાં જણાવ્યું હતું કે દુધીયા પીર બાવા સાહેબની દરગાહ એ કોમી એકતાનું પ્રતિક છે. આ દરગાહ પર નિયમિત હિંદુ – મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ હાજરી આપે છે. અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાર્યક્રમના સમાપન બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ જલાલુદ્દીન બાવા, સૈયદ અસગર અલી બાવા સાહેબ, અન્ય સૈયદ સાદાતો કિરામ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અભિનેત્રી અંજલી અરોરા અને રોમાનાનું રોમેન્ટિક ગીત “ક્યા હોતા” દેશી મેલોડીઝ પર રિલીઝ થયુ

ProudOfGujarat

લોક ગીત પ્રસ્તુત કરનાર ભારતનાં 30 ગુજરાતી કવિઓનું ઑન લાઈન સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જેસલપુર પાસે ટ્રકે બાઈક ચાલકને અડફટે લેતા ઘટના સ્થળે જ બાઈક ચાલાકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!