Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત

Share

રાજકોટ – અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આજે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં બેથી ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

રાજકોટ – અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લાની હદ્દમાં આવેલા સાયલા ડોળિયા ગામ નજીક આજે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ તમામ મૃતકો અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલ્વા ગામના રહેવાસી હતા. આ ઉપરાંત બે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારનો બુકડો બોલી ગયો હતો અને કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે પત્તા પાનાનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદ તાલુકાના પીપળાતા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!