Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાનાં ડુંગરી વિસ્તારની કંપનીમાંથી 2.24 લાખના કેબલની ચોરી

Share

ભરૂચ
અંક્લેશ્વરના ભડકોદરા ખાતે આવેલાં વચનામૃત હોમ્સ ખાતે રહેતાં અલ્કેશ હરેમુરારી ગુપ્તા ડુંગરી ખાતે આવેલાં એપ્કોટેક્સ કંપનીમાં સિક્યુરિટી  આસિસ્ટન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમા આવેલાં 66 કેવી પાવર સ્ટેશન પાસે મુકેલાં કેબલોમાંથી કુલ 2.24 લાખથી વધુની મત્તાના કેબલોની ચારી થઇ હતી.જે અંગે તેમને જાણ થતાં તેઓએ તપાસ કરાવતાં તેમના ઇન્સ્ટ્રુમેન્ટ મેનેજર હર્ષલ ઠાકોરે જણાવ્યું હતું કે, તેઓએ 3 સપ્ટેમ્બરે સાંજે સાડાપાંચેક વાગ્યે કેબલ યાર્ડમાં ગયાં હતાં. ત્યારે તમામ સામાન ત્યાં હતો. જે બાદ બીજા દિવસે સવારે 4 સપ્ટેમ્બરે તેમણે કંપનીએ આવ્યાં બાદ કામ અર્થે કેબલ યાર્ડમાં ગયો હતો. તેમણે તપાસ કરતાં તેમના યાર્ડમાંથી અલગ અલગ પ્રકારના વાયરોની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તેમના ચોપડાઓમાં કરેલી નોંધણીના આધાર કેબલની ગણતરી કરતાં ત્યાંથી કુલ 2.44 લાખથી વધુની મત્તાના કેબલોની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ગોધરા તેમજ કાલોલ ખાતે પુસ્તક પરબ અર્તગત   સાહિત્યલક્ષી કાર્યક્રમો યોજાયા 

ProudOfGujarat

સુરત : ફુટવેર માં 12% જી.એસ.ટી લાદવામાં આવતાં સરકાર સમક્ષ ફુટવેર એસોસિયેશનનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!