Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની GNFCએ સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરી : 50 વર્ષ પૂર્ણ થતાં વિશેષ લોગોનું અનાવરણ, ભવ્ય શોભાયાત્રામાં કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા

Share

 

ભરૂચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) દ્વારા સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નર્મદાનગર ટાઉનશિપ ખાતે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

GNFCએ પાંચ દાયકાની સફળ યાત્રા પૂર્ણ કરી ઐતિહાસિક સીમાચિહ્ન સર કરતાં ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઇઝ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે જી.એન.એફ.સી.ના ‘સુવર્ણ જયંતિ વર્ષ’ના વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ અધિકારીઓ અને યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા લીલી ઝંડી બતાવી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં GNFCની સ્થાપનાથી આજદિન સુધીની સિદ્ધિઓ, સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે આપેલા યોગદાન તેમજ તકનીકી પ્રગતિને દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. સુવર્ણ જયંતિ મહોત્સવ કંપનીની 50 વર્ષની સફળતા અને વિકાસયાત્રાનો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.


Share

Related posts

ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

ઝઘડિયાના અવિધા ગામેથી દારુ બનાવવાનો અખાદ્ય ગોળ તેમજ ગુંડેચા નજીકથી શંકાસ્પદ ડિઝલ ઝડપાયું.

ProudOfGujarat

આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કોમર્શિયલ શોપીંગનું બાંધકામ કરનારા માલિકોને નોટીસ ફટકારી,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!