Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કરમાડ ગામે રસ્તા પરના દબાણો મુદ્દે વણકર-રોહિત સમાજમાં રોષ, કલેક્ટરને આવેદન : શેડ, છાપરાં અને વાહનોના પાર્કિંગથી રસ્તો સાંકડો બન્યાનો આક્ષેપ : દબાણો દૂર નહીં થાય તો ધરણાં અને ઉપવાસ આંદોલનની ચીમકી

Share

 

ભરૂચ :

Advertisement

જંબુસર તાલુકાના કરમાડ ગામે રસ્તા પર થયેલા દબાણોના મુદ્દે વણકર અને રોહિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની બંને બાજુ શેડ, છાપરાં તેમજ વાહનોનું પાર્કિંગ કરીને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દબાણો દૂર કરવાની માંગ કરી છે.

સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, રસ્તા પરના દબાણોને કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દરમિયાન આ મુદ્દે અવારનવાર વિવાદ અને બોલાચાલીની સ્થિતિ સર્જાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમસ્યાના નિરાકરણ માટે અગાઉ મામલતદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ સમાજના આગેવાનોએ કર્યો છે.

આખરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તા પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ધરણાં અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વર- સજા પડે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

ભરૂચ : સત ચેતના પર્યાવરણ સંગઠનનાં સભ્યો દ્વારા કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટે પોર્ટફોલિયો મેનેજર તરીકે સુરજીત સિંહ અરોરાની નિમણૂક કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!