Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલનમાં કોંગ્રેસ-આપને ઝટકો, 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા : માંગરોળ, ઉમરપાડા અને તરસાડી વિસ્તારના સંયુક્ત સંમેલનમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ નવા કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા

Share

 

વાંકલ  :

Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સંમેલનો યોજવાના ભાગરૂપે માંગરોળ તાલુકા ભાજપનો સ્નેહમિલન સમારોહ વાંકલ સ્થિત સાંઈ મંદિર ખાતે યોજાયો હતો. માંગરોળ, ઉમરપાડા અને તરસાડી વિસ્તારના સંયુક્ત સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ નવા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમ તેમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉપસ્થિત આગેવાનોએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

સમારોહમાં સુમુલ ડેરીના ડિરેક્ટર રાજુભાઈ પાઠક, દિલીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના સંગીતાબેન ગામીત, દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય ઉજાસ ચૌધરી, વાંકલનાં સરપંચ અનિતાબેન ચૌધરી, ઉપસરપંચ શૈલેષ મૈસુરિયા, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવા, યુવરાજસિંહ સોનારિયા અને અમીષ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વિવિધ ગામોના સરપંચો, ઉપસરપંચો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, મંત્રીઓ અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. નવા વર્ષના સ્નેહમિલન સાથે યોજાયેલા આ રાજકીય કાર્યક્રમમાં પક્ષપલટાને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી હતી.


Share

Related posts

ઉમલ્લા ખાતે પીવાના પાણી માટેના આરો પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

લીંબડીમાં જીવના જોખમે કામ કરતા પીજીવીસીએલનાં કર્મચારીઓ.

ProudOfGujarat

પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૬ કુલ રૂ.૧૦,૮૦૦/- તથા એક ચાર વ્હીલ નું ટ્રાયસિંકલ મો.સા. એકટીવા નં.જી.જે.૦૪.સી.કયુ.૬૯૮૫ નો ચાલક કિ.રૂા.૩૫,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂા.૫૦૦૦/- એમ કુલ કિ.રૂા.૫૦,૮૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!