Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા પોલીસે કર્ણાટકની ચાર કરોડની લૂંટના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો : ફિલ્મી ઢબે ખેતરોમાં પીછો કરી આરોપીને ઝડપી પાડતા પોલીસને મોટી સફળતા

Share

વાંકલ : ઉમરપાડા પોલીસ સ્ટેશન પોલીસે કર્ણાટક રાજ્યના મેંગ્લોરૂ સિટી વિસ્તારમાં થયેલી ચાર કરોડથી વધુની લૂંટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને માંડવી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયરના સુપરવિઝનમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

આ દરમિયાન ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. ભરવાડ અને કર્ણાટકના મેંગ્લોરૂ સિટી સ્થિત ઉલ્લાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સંતોષ કુમારને બાતમી મળી હતી કે કર્ણાટકમાં નોંધાયેલા ચાર કરોડથી વધુની લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી ધર્મવીર સિંગ ઉમરપાડા તાલુકાના ઊંચવાણ ગામની સીમમાં આવેલી “ન્યુ ધ ગ્રેટ આદિવાસી દેશી ચિકન એન્ડ એગ સેન્ટર” નામની દુકાને હાજર છે.

બાતમીના આધારે ઉમરપાડા અને કર્ણાટક પોલીસની સંયુક્ત ટીમોએ સ્થળ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ આરોપી દુકાન પાછળ આવેલા ખેતરોમાં ભાગવા લાગ્યો હતો. જોકે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દોડીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ ધર્મવીર સિંગ પુત્ર વિરેન્દ્ર સિંગ, મૂળ રહેવાસી દત્તોલી ગામ, ફતેહપુરા જિલ્લો, ઉત્તર પ્રદેશ તથા હાલ ગણેશનગર, પુણાગામ, સુરત તરીકે થઈ હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કર્ણાટકમાં થયેલી લૂંટમાં સંડોવણી કબૂલી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આરોપી વિરુદ્ધ મેંગ્લોરૂ સિટી કર્ણાટકના ઉલ્લાલ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને કર્ણાટક પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં પીઆઈ જે.કે. ભરવાડ ઉપરાંત અ.હે.કો કલ્પેશભાઈ જેસિંગભાઈ, અ.લો.ર. રમજાનભાઈ ચાંદભાઈ અને અ.લો.ર. મૌલીકભાઈ હસમુખભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


Share

Related posts

દારૂના વ્યસની પતિએ છીનવી લીધેલા દોઢ વર્ષના બાળકનું માતા સાથે પુન:મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર જામનગર

ProudOfGujarat

સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ત્રીસ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!