ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી લક્ષ્મી નગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુસ્તુફા સૈયદ નામના યુવાને પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ સ્થાનિકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. આત્મહત્યાનું કારણ હાલ સુધી જાણી શકાયું નથી.
ઘટનાની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. 22 વર્ષીય મુસ્તુફા સૈયદે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે હાલ રહસ્ય અકબંધ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
