Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રક ચાલકે ટ્રેલરમાં ભટકાતાં ગંભીર ઈજાને કારણે સારવાર વેળાં મોત : ટ્રેલરમાં ભરેલાં ૨.૮૦ લાખના પ્લાસ્ટીકના દાણા વેરાઈ જતાં નુકસાન

Share

 

ભરૂચ.

Advertisement

સુરતના અડાજણ ખાતે રહેતાં દિપક જિતેન્દ્ર મૌર્યા સીજે ડાર્શલ લોજિસ્ટિક લીમી. માં અઢી વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ સવારના સમયે તેમની કંપનીનું અશોક લેલન ટેલર લઈને દહેજમાં આવેલી રિલાયન્સ કંપનીમાં ગયાં હતાં. જ્યાંથી તેમણે પ્લાસ્ટીકના દાણા ભરીને તમીલનાર્ડના ગુંમીડીપુંડી ખાતે જવા રવાના થયાં હતાં. દરમિયાનમાં નવેઠાથી આમદડા ગામ વચ્ચે પહોંચતાં દહેજ ભરૂચ હાઈવે રોડનું કામ ચાલુ હોવાથી ભરૂચથી દહેજ તરફ જતાં રોડ પર ૫૦૦ મીટર જેટલું ડાયવર્ઝન આપ્યું હોવાથી તેઓ તેમનું ટ્રેલર ચલાવીને જતાં હતાં. તે વેળાં એક ટ્રક ચાલકે પુરઝડપે તેની ટ્રક હંકારી લાવી તેમના ટ્રેલરના ડ્રાઈવર સાઈડના ભાગે અથાડી અકસ્માત સર્જતાં તેમણે તેમનું ટેલર સાઈડમાં ઉભુ રાખી જોતાં અકસ્માત સર્જનાર ટુકનાડ્રાઈવરને ઈજાઓ થઈ હતી.

જ્યારે તેમના ટેલરના ડ્રાઈવર સાઈડમાં નુકસાન થતાં તેમાં ભરેલી પ્લાસ્ટીકના દાણા ભરેલી બોરીઓ ફાટી જતાં તેમાંથી પ્લાસ્ટીકના દાણા રોડ પર વેરાઈ જવાથી ભારે નુકસાન થયું હતું. અરસામાં લોકો ભેગા થઈ જતાં તેઓ ગભરાઈને ત્યાંથી નિકળી ગયાં હતાં. દરમિયાનમાં પોલીસ તેમજ ૧૦૮ની ટીમ સ્થળ પર દોડી આવતાં તેમણે ઈજાગ્રસ્તને સારવાર માટે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત થયાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે તમના ટેલરને નુકશાન થવા સાથે તેમાંની બોરીમાંથી અંદાજે ૨.૮૦ લાખની મત્તાના દાણા વેરાઈ જતાં થયેલાં નુકસાન અંગે તેમજ ટ્રક ચાલકે અકસ્માત સર્જી પોતાનું મોત નીપજાવવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા : આદિવાસી અને જંગલ વિસ્તારમાં રહેતા પરિવારોના સર્વાંગી વિકાસ અર્થે પેસા એકટ કાયદો લાગુ કરવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગણી.

ProudOfGujarat

અંકલેશ્વર – પૂરગ્રસ્ત ગામોમાં રાહત સામગ્રી લઈ પહોંચેલ મુમતાઝ પટેલને જોઈ લોકોએ રડતા મોઢે હાથ ચૂમી લીધા

ProudOfGujarat

સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા જાણો ક્યાં ક્યાં .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!