Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાકિસ્તાની ઉચ્ચાયુક્તની વાતથી અમારે કાંઈ લેવા દેવા નથી:મુક્તાનંદ સ્વામી : પાકિસ્તાના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસીતના ભરૂચના જામા મસ્જીદને લઈને નિવેદનથી વિવાદ

Share

 

।ભરૂચ ।

Advertisement

નવી દિલ્હીમાં હાઈ કમિશ્નર રહી ચુકેલાં પાકિસ્તાનના અબ્દુલ બાસીતે ૧૯૯૧ના કાનૂનનો હવાલો આપી મંદિરોને તોડી બનાવેલી મસ્જિદો પર હિન્દુઓએ હક્ક ન માંગવો જોઈએ તેવું નિવેદન એક કાર્યક્રમમાં આપ્યું હતું. તેમજ તેમણે ઉમેર્યું હતું કે, ભારત ૫૦૦-૪૦૦ વર્ષ પહેલાં બનેલી મસ્જિદોને મંદિરમાં ફેરવવાની કોશિક કરી રહ્યું છે. જેના ભાગરને પુધીમાં ઘણી બધી મસ્જિદો તોડવામાં આવી છે. તેમના નિવેદનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, યુપી બાદ હવે ગુજરાતમાં પણ આવી ઘટનાઓ શરૂ થવા લાગી છે. ગુજરાતના ભરૂચમાં પણ આવીજ રીતે ૬૦૦-૭૦૦ વર્ષ જૂની ખિલજીના સમયની બનેલી મસ્જિદને પહેલાં જૈન મંદિર તોડીને બનાવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

જે સાચું હોઈ શકે પણ હિન્દુએ હવે ૬૦૦-૭૦૦ વર્ષ જૂની વાતને લઈને હિન્દુઓએ કે પછી આરએસએસ દ્વારા જે તે સ્થળનો સર્વે કરાવી તેના આધારે નિર્ણય લેવો જોઈએ. અબ્દુલ બાસીતના નિવેદનને લઈને ભરૂચના મુક્તાનંદ સ્વામીએ આકરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાસે હાલમાં કોઈ કામ નથી. તેમને તેમના વિકાસના સંબંધમાં નથી વિચારતું અને ભારતના મુદાઓમાં ખોટી રીતે માથું મારે છે. ૧૯૯૧ના પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટની તેઓ જે વાત કરે છે. તેમાં એએસઆઈ માટેની પ્રોપર્ટીને લાગુ નથી પડતું તેમ સ્પષ્ટ જણાવાયું છે. આ વિષયમાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત દ્વારા જે કહેવાયું છે તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી. અમારે ભારતના સંવિધાન અને ન્યાયાયલને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું છે.


Share

Related posts

માંગરોળ : આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદિવાસી હિત રક્ષક સમિતિએ માંગ કરી.

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ બેનયામીન રેસીડેન્સીમાં ફાયર સિસ્ટમમાં ગંભીર બેદરકારી છતાં ફાયર NOC અપાઈ..?

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.દૂધધારા ડેરી ના ૩૦ જેટલા કામદારો પાસે બળજબરી પૂર્વક નોકરી ની શરતો માં ફેરફાર કરવાના બદઇરાદા થી લખાણ લખાવવા બાબતે કામદારો દ્વારા આજ રોજ યૂથ કોંગ્રેસ ના સભ્યો  ની આગેવાની માં ડેરી ચેરમેન ને રજૂઆત કરાઈ હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!