Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ભરતી પરીક્ષામાં ગેરવ્યવસ્થા: OMR શીટ અને પ્રશ્નપત્રમાં વિલંબ થતાં ઉમેદવારોના વિરોધ બાદ પરીક્ષા મોકૂફ : ઉમેદવારોએ NEET પેપર લીક વિવાદની યાદ અપાવી, પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની કરી માંગ

Share

 

ભરૂચની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે ગુરુવારે નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા દ્વારા આયોજિત શ્રમ સંયોજકની ભરતી પરીક્ષા OMR શીટ અને પ્રશ્નપત્રના વિતરણમાં થયેલા વિલંબને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. ગેરવ્યવસ્થાથી નારાજ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં ભરતી અને પ્રવેશ પરીક્ષાઓને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. ખાસ કરીને NEET પેપર લીક કેસ બાદ ઉમેદવારોમાં પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે સંવેદનશીલતા વધી છે. આવા સમયે પ્રશ્નપત્ર અને OMR શીટના વિતરણમાં થતો વિલંબ ઉમેદવારોમાં શંકા ઊભી કરે છે અને પરીક્ષાની પારદર્શિતા અંગે પ્રશ્નો સર્જે છે.

ઉમેદવારોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કોઈ ચોક્કસ આક્ષેપ કરતા નથી, પરંતુ પરીક્ષા આયોજનમાં પારદર્શિતા અને સમયપાલન જળવાય તે અત્યંત જરૂરી છે. તેમણે માંગ કરી હતી કે ભવિષ્યમાં આવી ગેરવ્યવસ્થા ટાળવા માટે પ્રશ્નપત્રની તૈયારી, વિતરણ અને પરીક્ષા સંચાલનની સમગ્ર પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવામાં આવે.

બીજી તરફ પરીક્ષા સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે પ્રશ્નપત્રનું પ્રિન્ટિંગ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ઇન-હાઉસ કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષામાં પેપર લીક થયું હોવાના કોઈ પુરાવા કે ઘટના સામે આવી નથી. ઉમેદવારો સહમત ન થતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંચાલકોએ નવી તારીખ જાહેર કરીને નવા પ્રશ્નપત્રો સાથે ફરી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજન, પારદર્શિતા અને ઉમેદવારોના વિશ્વાસ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. છેલ્લા સમયમાં NEET સહિતની પરીક્ષાઓને લઈને ઉભા થયેલા વિવાદો બાદ ઉમેદવારો પરીક્ષા પ્રક્રિયા અંગે વધુ સતર્ક બન્યા છે, જેના કારણે નાની ગેરવ્યવસ્થા પણ મોટા પ્રશ્નો ઊભા કરી રહી છે.


Share

Related posts

પ્રચારનો પડઘમ આજે સાંજેથી શાંત, હવે મતદાનના મહાપર્વની તૈયારી તેજ :   ઉમેદવારો અને પક્ષો હવે મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે ખાટલા અને ઓટલા બેઠકો તરફ વળશે

ProudOfGujarat

અદભુત ટેક્નોલોજી : ભારતભરમાં સૌપ્રથમ વખત વલસાડમાં રેલવેનો ઓવરબ્રિજ માત્ર 20 દિવસમાં બનશે.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પુર- મુશળધાર મેઘવર્ષાને લઇને જનજીવન અસ્તવ્યસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!