ભરૂચ.
ભરૂચ શહેરમાં બાઈક ચોરો પેંધા પડયાં છે ઉપરાછાપરી બાઈક ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે શહેરના સોનતલાવડી ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતાં વિજય પુનમ વસાવા તેમની એક્ટિવા લઈને જ્યોતિનગર ત્રણરસ્તા પાસે આવેલાં અમી લેબોરેટરીમાં ગયાં હતાં. લેબોરેટરીનું કામ પતાવીને તેઓ પરત આવતાં તેમની પાર્ક કરેલી બાઈક ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સી ડિવિજન પોલીસમાં ફરિયાદનોંધાવી હતી. ટીમે ઘટનાને પગલે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવા સાથે બાતમીદારોને સક્રિય કર્યાં હતાં. દરમિયાનમાં તેમની ટીમ શિતલ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતી. તે વેળાં ચોરાયેલી એક્ટિવા સાથે એક શખ્સ શિતલ સર્કલ પાસેથી પસાર થતો હોઈ તેની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ પ્રથમ મહેશ પટેલ (રહે. ધોળીકુઈ મહાદેવ મંદિર પાસે) હોવાનું તેમજ તેણે ગત ૧૮મી જૂને અમી લેબ પાસેથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ટીમે તેની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરી તેણે અન્ય કોઈ ગુનાઈત કૃત્યને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.
બીજી ઘટનામાં ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમ ઝાડેશ્વર ચોકડી પાસે વાહન ચેકિંગ કરતાં સમયે એક એક્ટિવા ચાલકને ટીમે શંકાના આધારે રોકી પુછપરછ કરતાશખ્સ વસીમ મલીક રીઢો વાહન ચોર હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેની ઉલટ પુછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, તેણે ગત ૨૭મી જૂને સ્વામીનારાયણ મંદિરના ગેટ સામેથી એક એક્ટીવા ચોરી હતી. જ્યારે ૧૯મી જૂને જીએનએફસી બસ ડેપોની બાજુમાં પાર્ક કરેલી એક એકટીવા તેણે જૂની ચાવીથી ચાલુ કરી ચોરી કરી લઈ ગયો હતો. વધુમાં તેણે કબુકલાત કરી હતી કે, ઝડપાયેલાવસીમ મલેકે ચોરીનાવાહનો વડોદરાના શિનોર ખાતે રહેતાં મહમદ હનીક એયુબ ખલીફા ઉર્ફે મુનાક ખલીકાને ચોરીની ગાડી આપી હતી. જેના પગલે ટીમે બડોની ધરપકડ કરી બે એક્ટિવાની જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં વસીમ ઈરફાન મલીક વિરૂદ્ધ ભરૂચ નબીપુરમા એક-એક કેસના નોંધાયેલાં હોવાનું માલુમ પડયું હતુ.
