Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’નો અનોખો શૈક્ષણિક પ્રયોગ, વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે વધ્યો રસ

Share

 

ભરૂચ: ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય (CSMVS), મુંબઈ દ્વારા ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં INTACH (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય સમૃદ્ધિનો જીવંત પરિચય કરાવવાનો હતો.

Advertisement

કાર્યક્રમની શરૂઆતમાં INTACH ભરૂચ ચેપ્ટરના ડૉ. વંદના સેથીએ વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે માહિતગાર કર્યા હતા. તેમણે ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને ભારતની ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.

ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલયના પ્રતિનિધિઓ ગૌરવ જાધવ અને ઋતુજા કાલેએ ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ની સંકલ્પના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયના અમૂલ્ય વારસાને પહોંચાડવાનો આ એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ છે.

મોબાઇલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ પ્રતિકૃતિઓ, માહિતીચિત્રો, ડિજિટલ પ્રદર્શન અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળીને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિનો સંચાર થયો હતો. નવજીવન વિદ્યાલયના સંચાલન, શિક્ષકો તેમજ INTACH ભરૂચ ચેપ્ટરના સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજકોએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Share

Related posts

CBI એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી, અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી

ProudOfGujarat

યુકે મોકલવાના બહાને એજન્ટે ટંકારિયાના યુવાનના ૯ લાખ ચાંઉ કર્યા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ૩૬ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સો ટકા રસીકરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!