Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પાલિકા નો નવો ચીલો રોડ ના ખાડા પુરાવા ને બદલે જેસીબી થી કલ્ટી મારી ખેતર સમતલ કરતા હોય એમ રોડ સમતલ કરવાની મથામણ કરતી નજરે પડી રહી છે. 

Share

પાલિકા જાણે રોડને ખેતર સમજી ખેતી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ ના ખાડા ના ફોટો લેતા જ ખાડા પાલિકા યાદ આવી ગયા હતા. હાડકા તોડ એન વાહન તોડ રોડ પર થી પસાર થવું મુશ્કેલ બન્યું હતું.ખાડે ગયેલા રોડ પર થી ઊડતી ધૂળ ની ડમણી લોકો ના આરોગ્ય સામે વધુ એક ખતરો ઊભો થઇ રહ્યો છે. આઈકોનીક રોડ બનાવવા ની વાતો વચ્ચે માર્ગ ની દુર્દશા ની શહેરીજનો માં રોષ વધી રહ્યો છે.

અંકલેશ્વર પાલિકા ના ખાડે ગયેલા વહીવટ નો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે. રોડ ના ખાડા થી ત્રસ્ત નગરજનો આપડા દૂર કરવા ને બદલે પાલિકા વધારો કરી રહ્યું છે. પાલિકા દ્વારા રોડ પર પડેલા મસમોટા ખાડા પુરવા ને બદલે કલ્ટી મારી રહ્યા છે. રોડ જાણે પાલિકા નું ખેતર હોય એમ રોડ પર પડેલા અર્ધો થી એક ફૂટ ઊંડા ખાડા પર જેસીબી ફેરવી રહ્યા છે. રોડ ને ખેતર સમજી રોડ પર કલ્ટી મારી રહ્યા છે. જેને લઇ રોડ ખાડા જામેલા થર તો દૂર થઇ રહ્યા છે પણ રોડ ખાડા પુરાઈ રહ્યા નથી. એટલું જ નથી ઉધાડ નીકળતા જ રોડ પર ના ખાડા અને તેના પર જામેલી ધૂળ ઉડવાની શરૂઆત સાથે ધૂળ ની દમની ઉડી રહી છે. પાલિકા એ માર્ગ અને મકાન વિભાગ પાસે થી રાજ્ય સરકારની મંજૂરી મેળવી ભરૂચી નાકા થી ત્રણ રસ્તા સર્કલ અને ત્રણ રસ્તા સર્કલ થી ઓએનજીસી વર્કશોપ સુધી ના માર્ગ ને આઇકોનિક બનવવા ની જાહેરાત કરી 5 કરોડ ના બજેટ ની જોગવાઈ કરી છે. તો આઇકોનીક રોડ ના સુશોભન માટે વધુ 2.50 કરોડ ની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. અંદાજે 7.50 કરોડ ઉપરાંત ના ખર્ચે બનનાર પાલિકા નો આઇકોનિક રોડ માત્ર કાગળ પર છે. ચોમાસા બાદ તેને બનાવવાની શરૂઆત કરવા છે. પણ એની જાહેરાત 6 મહિના પૂર્વે કરી દેવામાં આવી છે. રોડ પર પડેલા ખાડા ને લઇ સતત્ત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તો કમર તોડ અને વાહન તોડ બની ગયો હોવા છતાં પાલિકા દ્વારા રોડ ને સમતલ કરી રહ્યા છે. પણ તેના ખાડા પૂરવામાં આવી નથી. રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોડ ના ખાડા ના ફોટો -વિડીયો લેવા ની શરૂઆત કરતા જ પાલિકા ને ખાડા યાદ આવી ગયા હતા અને ત્વરિત અસર થી ખાડા સમતલ કરવા દોડી આવ્યા હતા. અગાઉ પર ફોટો -વિડિયો લેવાની શરૂઆત કરતા જ પાલિકા દોડતું થયું હતું. જે જોતા બાદ ફોટો-વિડીયો ગ્રાફર રોડ પર પહોંચે એ તેમનું મુહૂર્ત હોય એમ કામે લાગી રહ્યા છે. પાલિકા ના 100 મીટર અંતર માજ ઉંડા ખાડા જોવા મળ્યા હતા એ તો ઠીક છે પણ પાલિકા કચેરી સામે જ પડેલા ખાડા પાલિકા ના વિકાસ ના ખાડા ની ચારી ખાઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાનાં કતપોર ગામ પાસે NCT ની અંકલેશ્વરનાં ઔદ્યોગિક એફલુએન્ટ વહન કરતી લાઈનમાં થયેલ લીકેજથી પોતાના ખેતરમાં થતા નુકશાન બાબતે ખેડૂતનો આક્રોશ.

ProudOfGujarat

ભરૂચના નવ તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે યોજાશે.

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડામાં નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓથી ડરી પંચાયતના કર્મચારીની આત્મહત્યાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!