Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા સોલાર પ્લાન્ટમાંથી મહિના થયેલી કેબલ ચોરીનો પર્દાફાશ

Share

ભરૂચ LCB ચોરીના કેબલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં
ભરૂચ.
ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. વાગરા તાલુકાના વીલાયત ગામની સીમામાં આવેલ સોલાર પાવર પ્લાન્ટમાંથી એક મહિના પહેલા થયેલી કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાલાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તવુર તથા તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સૂત્રોના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, વાગરા હનુમાન મંદિર ચોક પાસે શંકાસ્પદ રીતે કોપર વાયરો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ સાથે ફરતા ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા.પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે એક મહિના પહેલા તેઓએ નવલાયત ગામની સીમામાં આવેલા સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરો ચોરી કર્યા હતા. ચોરી કરેલા વાયરોના પ્લાસ્ટિકના ભાગોને બાળી નાખી અને બાકી કોપર વાયરોને વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પકડાયેલા આરોપીઓના નામ

1. વિંકુલ જીતભાઈ રાઠોડ (રહે. ભેરસમ ગામ, તા. વાગરા)
2. અજય અશોકભાઈ રાઠોડ (રહે. ભેરસમ ગામ, તા. વાગરા)
3. આતીફ યસુફ સેક્રેટરી (રહે. આછોદ ગામ, તા. આમોદ)
કબ્જે કરાયેલ મુદ્દામાલ

બાળેલા કોપર વાયરો: 28 કિલો – કિંમત રૂ. 16,800/-
મોબાઈલ ફોન: 03 – કિંમત રૂ. 10,000/-
કુલ મુદ્દામાલ કિંમત: રૂ. 26,800/-


Share

Related posts

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ…

ProudOfGujarat

અંકલેશ્વર : રિક્ષામાં બેસેલ મહિલાઓ પૈકી એક મહિલાની ચેન અન્ય મહિલાએ ચોરી કરી હોવાનો બનાવ, જાણો પૂરી વિગત…

ProudOfGujarat

અંકલેશ્વર નાલંદા સ્કૂલ દ્વારા 3 મહિનાની ફી માફી કરાઇ હોવાની જાહેરાત થતાં વાલી જગતમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!