Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બામણગામમાં એક મકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો…

Share

કરજણ તાલુકાના બામણગામમાં એક મકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર ટીમને થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઘરના પ્રથમ માળે પતરાની છત નીચે રાખેલ સુકું ઘાસ સળગવાથી ફાટી નીકળી હતી. કરજણ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, સતત પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ છે, સદનસીબે કોઈ જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

:- યાકુબ પટેલ..કરજણ…

Advertisement

Share

Related posts

ઝઘડિયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાનગૃહનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

વડોદરામાં 5.5 કિમીની ભગવાન જગન્નાથની રથયાત્રા પોણા બે કલાકમાં પૂર્ણ.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!