Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ: 348 બેઠકો માટે 10.86 લાખ મતદારો મતદાન કરશે

Share

 

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. બુધવારથી ચૂંટણીના ઢોલ વાગતા જ જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે અને માત્ર 22 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સચોટ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.

Advertisement

જિલ્લામાં 1 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. કુલ મળી 348 બેઠકો માટે 1343 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાં આશરે 10.86 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.

ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કુલ 7000થી વધુ કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવાયું કે ચૂંટણી દરમિયાન કાયદો-સુવ્યવસ્થા, આરોગ્ય અને સુવિધાઓ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ માટે અલગ અલગ ક્ષેત્રોમાં સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

વ્યવસ્થાપન માટે જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 10 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ નિયુક્ત કરાયા છે. જ્યારે 9 તાલુકા પંચાયત માટે 18 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ, તેમજ 4 નગરપાલિકાઓ માટે 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ નિયુક્ત કરાયા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે 15 નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

રાજકીય પક્ષો અને દાવેદારોમાં હલચલ તેજ બનતાં આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવવાની શક્યતા છે.


Share

Related posts

ઝઘડિયા ભીડભંજન હનુમાન મંદિર ખાતે સાત દિવસીય ભાગવતનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં 72 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ-ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસ દર્દીઓની ગામનાં મંત્રી ગણપત વસાવાએ આરોગ્ય અધિકારીની ટીમ સાથે મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!