Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટને લઈ સાંસદ આગબબુલા 

Share

દિપક પાદરિયાએ ધાક ધમકીથી બેસવું પડયુ હોવાનો મનસુખ વસાવાનો દાવો
। ભરૂચ ।
ભરૂચ દુધધારા ડેરીની ચુંટણીને હવે સપ્તાહનો જ સમય રહ્યો છે ત્યારે મેન્ડેટનો ઉભરો હજી સમી રહ્યો નથી. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ, બળવો અને ભાજપ સામે ભાજપને લઈ સત્તા, પ્રતિષ્ઠાના વરવા સ્વરૂપ જોવા મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દૂધધારા ડેરીની ચુંટણીમાં અપાયેલા મેન્ડેટ સામે ફરી ધોકો પછાડયો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની અવગણના કરી મેન્ડેટ અપાયા હોવાનો આરોપ સાંસદે લગાવ્યો છે. સાંસદે તો એટલે સુધી કહી દીધુ છે કે પ્રકાશ દેસાઈને જે બિનહરીફ કરી દેવાયો. તેમાં દિપક પાદરિયાએ રાજીખુશીથી નહિ પણ ધાક ધમકીથી બેસવું પડયુ છે. પ્રકાશ દેસાઈએ કઈ રીતે મેન્ડેટ અપાયું અને બિનહરીફ બનાવાયા તેના પર જ ભરૂચના એમ.પી.એ સવાલ ઉઠાવ્યો છે. મેન્ડેટ આપતા પહેલા જિલ્લા સંકલન બોલાવવું જોઈતુ હતુ. જે નહિ બોલાવી પક્ષની પરંપરા તોડાઈ હોવાની પણ હૈયા વરાળ ઠલવાઈ છે. ભાજપ સામે ભાજપની દુધધારા ડેરીની ચુંટણી ૧૯ સપ્ટેમ્બર પહેલા હજી કેવા રાજકીય રંગ રૂપ ધારણ કરે છે તે જોવુ રહ્યુ.

Share

Related posts

લુવારા ગામે કતલખાને લઈ જવાતી ૩૫ ભેંસ બચાવાઈ, પોલીસે કુલ ૨૪.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ProudOfGujarat

દાહોદમાં નિલામ થઈ મહિલાની ઈજ્જત : અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી : પતિ-દિયરે મળીને જાહેરમાં નગ્ન કરી હોવાના વિડીયો વાઇરલ…

ProudOfGujarat

નવસારી તાલુકાના વેજલપોર ગામે શ્રી જંગલી હનુમાનજી મંદિરે શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!