Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટને લઈ સાંસદ આગબબુલા 

Share

દિપક પાદરિયાએ ધાક ધમકીથી બેસવું પડયુ હોવાનો મનસુખ વસાવાનો દાવો
। ભરૂચ ।
ભરૂચ દુધધારા ડેરીની ચુંટણીને હવે સપ્તાહનો જ સમય રહ્યો છે ત્યારે મેન્ડેટનો ઉભરો હજી સમી રહ્યો નથી. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ, બળવો અને ભાજપ સામે ભાજપને લઈ સત્તા, પ્રતિષ્ઠાના વરવા સ્વરૂપ જોવા મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દૂધધારા ડેરીની ચુંટણીમાં અપાયેલા મેન્ડેટ સામે ફરી ધોકો પછાડયો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની અવગણના કરી મેન્ડેટ અપાયા હોવાનો આરોપ સાંસદે લગાવ્યો છે. સાંસદે તો એટલે સુધી કહી દીધુ છે કે પ્રકાશ દેસાઈને જે બિનહરીફ કરી દેવાયો. તેમાં દિપક પાદરિયાએ રાજીખુશીથી નહિ પણ ધાક ધમકીથી બેસવું પડયુ છે. પ્રકાશ દેસાઈએ કઈ રીતે મેન્ડેટ અપાયું અને બિનહરીફ બનાવાયા તેના પર જ ભરૂચના એમ.પી.એ સવાલ ઉઠાવ્યો છે. મેન્ડેટ આપતા પહેલા જિલ્લા સંકલન બોલાવવું જોઈતુ હતુ. જે નહિ બોલાવી પક્ષની પરંપરા તોડાઈ હોવાની પણ હૈયા વરાળ ઠલવાઈ છે. ભાજપ સામે ભાજપની દુધધારા ડેરીની ચુંટણી ૧૯ સપ્ટેમ્બર પહેલા હજી કેવા રાજકીય રંગ રૂપ ધારણ કરે છે તે જોવુ રહ્યુ.

Share

Related posts

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામની કંપની માં કામદારનું અકસ્માતે મોત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો.

ProudOfGujarat

ભરૂચ : માનવજાતની સેવા એ ઉત્તમ સેવા છે જયારે માસુમ બાળકોની સેવા એ સૌથી ઉત્તમ સેવા છે તેવું જ એક ઉદાહરણ જાણવા મળ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!