Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ હાઇવે પરના ખાડાને કારણે રીક્ષા બેકાબુ બની ખાડીમાં પલટી : ચાલકનું મોત, બેને ઇજા

Share

ભરૂચ.

બોટાદના કેરિયાગામના વતની અને હાલમાં સુરતના પાલનપૂર જકાતનાકા ખાતે રહેતાં મુકેશ મકવાણા સામાજિક કામ અર્થે પોતાના વતને જવાના હતાં દરમિયાનમાં તેમના પુત્રના મામા સસરા જીતેન્દ્ર ખોડા બથવારને તે જ સ્થળે પ્રસંગમાં જવાનું હોવાની જાણ થઇ હતી. જેથી તેઓએ જીતેન્દ્ર પરમારની રીક્ષામાં જ વતને પ્રસંગમાં જવાનું નક્કી કરતાંં તેઓ તેમના વતને ગયાં હતાં. પ્રસંગ પુરો થયાં બાદ પરત આવતી વેળાં જિતેન઼્દ્ર પરમારની રીક્ષામાં મુકેશ મકવાણા તેમજ તેમની માતા ડાહીબેન મકવાણા પણ બેઠાં હતાં. દરમિયાનમાં કરજણ ટોલનાકુ પસાર કરી પાલેજ બ્રિજ પસાર કર્યાં બાદ સેગવા પાટિયા પાસેથી પસાર થતાં સમયે વરસાદને કારણે રોડ પર ખાડાને પગલે તેમની રીક્ષા એક ખાડામાં પટકાતાં તેમનું સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં રીક્ષા બેકાબૂ થઇ રોડની સાઇડમાંઆવેલા ખાડામાં તેમની રીક્ષા પગલટી ગઇ હતી.જેમાં જિતેન્દ્ર બથવારગંભીર ઇજાઓ થઇ હતી. જ્યાંરે મુકેશ મકવાણા અને તેમની માતાને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે તેમણે પાલેજપોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં ગેરકાયદેસર નોનવેજની લારીઓ બંધ કરાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ એ આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

વડોદરાનાં ફતેપુરા તથા ફતેગંજમાં જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ઉમરપાડા ના કેવડી ગામના સબ સ્ટેશન નજીક થી પશુ ભરેલો ટેમ્પો મૂકી ચાલાક ફરાર.14ગૌવંશ, ટેમ્પો સહીત 2,46,000 મુદ્દામાલ જપ્ત કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!