Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંડવી નગરના અંબાજીનાકા વી એફ હાઇસ્કુલ પાછળ રહેતા આલાભાઇ ભરવાડ નો પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી મોત.

Share

આજરોજ સાંજે નરેણ ગામના બ્રીજ નીચેથી લાશ મળી હતી. તારીખ 17/9/2025 ના રોજ જમણા કાંઠા મોટી નહેર માંડવી સ્વ-આલા ભાઇ સંગ્રામ ભાઈ ભરવાડ રહેવાસી માંડવી અંબાજીનાકા વીએફ હાઈસ્કૂલ પાછળ જેવો મોટી નહેર ના પાણી માં હાથ પગ ધોવા જતા તેમનો પગ લપસી જતા નેહેર ના પાણી માં ડૂબી ગયેલ હતા.

જે અંગેની જાણ માંડવી નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર માંડવી તથા ડિઝાસ્ટ મેનેજમેન્ટ કંટ્રોલ ઓફિસ સુરત દ્વારા માંડવી ફાયર બ્રિગેડને કરાતા જેમની ડેડ બોડી ની શોધખોળ માંડવી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.જેમની ડેડ બોડી આજ રોજ ભારે જેહમત બાદ તા- 18/9/2025 ના રોજ સાંજે 5:00 વાગે નરેણ ગામના બ્રિજ ના નીચેથી ડેડ બોડી શોધી કાઢી પાણી માંથી બહાર કાઢેલ છે. પોલીસ તંત્ર દ્વારા લાશનો કબજો મેળવી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જીતેન્દ્રસોલંકી માંડવી


Share

Related posts

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!