Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૌડાની 30મી બોર્ડ બેઠકમાં 24 કરોડના વિકાસલક્ષી કામોને સૈધાંતિક મંજૂરી અપાઇ

Share

શહેરને મળશે નવા ટીપી રોડ,રીંગ રોડ અને જંક્શન ડેવલપમેન્ટથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ

ભરૂચ.
ભરૂચ અંક્લેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા)ની 30મી બોર્ડ બેઠક મળી હતી. જેમા શહેરના સર્વાંગી વિકાસ માટેના અનેક મહત્વપુર્ણ ઠરાવો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બૌડા વિસ્તારમાં કુલ 24 કરોડના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

Advertisement

ભરૂચ અંક્લેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(બૌડા)ના ચેરમેન અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 18મીએ બૌડાની 30મી બોર્ડ મિટીંગ મળી હતી. જેમાં બૌડાના તમામ સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યાં હતાં. બોર્ડ બેઠકમાં વિવિધ મુસદ્દાઓ ચર્ચામાં લેવામાં આવ્યાં હતાં. જેમાં રોડ રસ્તા તેમજ સામાજિક સુવિધાઓ, નબળા વર્ગ માટે રહેણાંક, બાગ-બગીચા તેમજ વાણિજ્યિક ઉપયોગ સહિતના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યાં હતાં.

બેઠકમાં થયેલી ચર્ચામાં ઝાડેશ્વર વિસ્તારમાં સરકાર દ્વારા મંજુર કરેલ ડ્રાફટ ટી.પી અંતર્ગત નગર રચના અધિકારીના આયોજન લક્ષી સુચનઓ પાઠવવા મંજુરી આપેલ છે જેનાથી પ્રારભિંક યોજના બનાવવાની કામગીરીને વેગ મળશે તથા આ નગર રચના યોજનામાં સુચવેલ ૨૩.૫૩ હેકટરમાં સામાજીક અને આર્થિક નબળા વર્ગના લોકોના રહેણાંક માટેની જગ્યા, બાગ – બગીચાઓ, સામાજિક માળખાઓની સુવિધાઓ માટેની જગ્યા રહેણાંક તથા વાણિજય વેચાણ માટેના સત્તામંડળને સંપ્રાપ્ત થતા રીર્ઝવેશનોની જમીનો જેવી વિવિધ સુવિધાઓ જેવા વિવિધ હેતુ માટે માટે જમીનો ફાળવવામાં આવશે. ઉપરાંત ઝાડેશ્વર વિસ્તારમાં સુઆયોજીત વિકાસ થાય તે માટે મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૧૮ સી (ઝાડેશ્વર) કુલ ૧૪૧.૭૭ હેકટરમાં વાંધા સુચનો મેળવી સરકારની મંજુરી મેળવવા માટે દરખાસ્ત કરવા નક્કી કરવામાં આવ્યુ હતું. ચાવજ, વગુસણા,લુવાર, હલદરવા ના કુલ ૫૦૮.૨૪ હેકટરમાં મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવા હદ નક્કી કરવામાં આવી હતી. જે મુસદ્દારૂપ નગર રચના યોજનાનો અમલ થવાથી શહેરનો વાહન વ્યવહાર અર્થે ૬૦ મીટર નો રીંગ રોડ બનશે.

બે ટીપી રોડ બનાવવા માટે 21 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપી

બૌડા ટી.પી.વિસ્તારમાં ટી.પી. રોડના કબજા મેળવી વિકાસની દ્રષ્ટિએ મુલ્યાંકન કરતાં પ્રાથમિકતાના ધોરણે બે ટી.પી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે અંદાજીત ૨૧.૦૦ કરોડના ખર્ચને કામોને સૈધ્ધાતિંક મજુંરી આપવામાં આવી હતી. જેમાં ટી.પી.સ્કીમ નં-૧૮-બી અંતર્ગત ઝાડેશ્વરમાં સંસ્કારવિલા થી ટી.પી.સ્કીમ નં-૧૭-બી(તવરા) અંતર્ગત અગ્રીમ હાઇટસ બિલ્ડીંગ પાસે જોડ્તો ૧૮.૦૦ મીટર તથા ૨૪.૦૦ મીટર પહોળાઇ અને ૨.૦૦ કી.મી લંબાઇ ધરાવતા નવા ટી.પી.રસ્તા બનાવાશે તેમજ નેશનલ હાઇવે નં-૪૮ થી (ઝાડેશ્વર ચોકડી પાસેથી) ટી.પી.સ્કીમ નં-૧૮-એ (ઝાડેશ્વર),૧૮-બી (ઝાડેશ્વર),૧૮ સી (ઝાડેશ્વર) ટી.પી.સ્કીમ માંથી પસાર થતો ૪૫.૦૦ મીટર પહોળાઇ અને ૧.૪ કી.મી લંબાઇ ધરાવતો નવા ટી.પી.રસ્તા બનાવાશે.
જૂના - નવા નેશનલ હાઇવે પર જંક્શન ડેવલપમેન્ટની કામગીરી થશે

બૌડા વિસ્તાર પસાર થતો નેશનલ હાઈવે – ૪૮ (અમદાવાદ-મુંબઇરાષ્ટ્રીય ધોરી માર્ગ) માર્ગ સલામતીના નિયમો ધ્યાને રાખી ઝાડેશ્વર ચોકડી તથા વાલીયા ચોકડી પર શહેરમાં મુખ્ય પ્રવેશ માર્ગ પર જંકશન ડેવલ્પમેન્ટની કામગીરી માટે કુલ અંદાજીત રુ.૧.૮૦ કરોડ ના ખર્ચે સૈધ્ધાતિંક મજુંરી આપવામાં આવી હતી. ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો જુનો નેશનલ હાઈવે – ૮ મોજે. ગડખોલ સ્થિત ફલાય ઓવરબ્રીજની નીચે માર્ગ સલામતીના નિયમો ધ્યાને રાખી જંકશન ડેવલ્પમેન્ટ , હયાત ફલાય ઓવર બ્રીજ નીચે પેવર બ્લોક, બ્યુટીફિકેશન, ઇલેક્ટ્રીક વકર્સ વિગેરેની કામગીરી માટે કુલ અંદાજીત રુ.૧.૨૦ કરોડ ના ખર્ચે સૈધ્ધાતિંક મજુંરી આપવામાં આવી હતી.


Share

Related posts

અંકલેશ્વર ના પિરામણ ગામ ખાતે પ્રાથમિક સ્કૂલનું લોકાપર્ણ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલના હસ્તે કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાના પણસોલી ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ.

ProudOfGujarat

સ્લગ : લીંબડી ખાતે વિશ્વ પર્યાવરણ દિનની વન વિભાગ દ્વારા ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!