Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયા પોલીસે કારમાં 10 ચોરખાના બનાવી લઈ જવાતા 2.52 લાખના દારૂ સાથે એક ઇસમની કરી ધરપકડ

Share

ભરૂચ:

વાલિયા પોલીસ ડહેલી ગામના બ્રીજ પાસે વોચમાં હતી. દરમ્યાન ડહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરી ઉભી રાખવામાં આવી હતી. કાર ચલાવતા સાગબારાના નેવડીઆંબા ગામના જાવલા વસાવાને નીચે ઉતારી ઇકોમાં તપાસ હાથ ધરાઈ હતી. ઇક્કો ગાડીમાં ચોરખાનુ બનાવી અલગ અલગ જગ્યાએ ઇંગ્લીશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી. પોલીસે ડેશબોર્ડ, બોનેટ, બે દરવાજા, ડીકી, સ્પેર વ્હીલ, સીટ નીચે બનાવેલા 10 ચોરખાનામાંથી દારૂની 1124 પ્લાસ્ટિકની બોટલો કબ્જે કરી હતી. કુલ રૂપિયા 2.52 લાખનો દારૂ અને ઇકો મળી 4.52 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. ધરપકડ કરાયેલ ઇકો ચાલકે આ દારૂ તે રાજપીપળા સુનિલભાઈને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા ના ગામ ખાતે એક પરણિત યુવતી સાથે ગામનાજ યુવાને માર મારી છેડતી કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે……..

ProudOfGujarat

ભરૂચ : દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ.

ProudOfGujarat

આત્મીય યુવા સંગઠન દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ફૂડ પેકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!