Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratUncategorized

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટે સિસ્ટમેટિક એક્ટિવ ઇક્વિટીઝ (એસએઈ) દ્વારા સંચાલિત જિયોબ્લેકરૉક ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કર્યું

Share

બ્લેકરૉકના એસએઈ અભિગમનો ઉપયોગ કરીને, ફંડ માર્કેટ ડાયનેમિક્સને અનુરૂપ લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ મેળવવાનું લક્ષ્ય રાખશે

મુંબઈ,

Advertisement

23 સપ્ટેમ્બર, 2025 – જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (જેએફએસએલ) અને બ્લેકરૉકે* વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ) તેની લેટેસ્ટ ઇક્વિટી ઓફરિંગના લોન્ચની આજે જાહેરાત કરી હતી. કંપનીએ બ્લેકરૉકના સિસ્ટમેટિક એક્ટિવ ઇક્વિટીઝ (એસએઈ) અભિગમ દ્વારા સંચાલિત જિયોબ્લેકરૉક ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કર્યું છે.

ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2025થી શરૂ થશે અને મંગળવાર, 7 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે.બ્લેકરૉક એસએઈ અભિગમ બિગ ડેટા, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને હ્યુમન એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરે છે જેનો ઉદ્દેશ્ય વિવિધ રોકાણ પરિણામો પૂરા પાડવાનો છે. એઆઈ અને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેનું ધ્યેય સોશિયલ મીડિયા વાતચીતોથી સેટેલાઇટ ડેટા સુધીના પરંપરાગત અને વૈકલ્પિક ડેટાને ભારતીય રોકાણકારોના લાભાર્થે ઇન્વેસ્ટિબલ ઇનસાઇટ્સમાં ફેરવવાનો છે.

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રિશી કોહલીએ જણાવ્યું હતું કે ફ્લેક્સી કેપ ફંડ અમારી પહેલી એક્ટિવ ઇક્વિટી ઓફરિંગ છે જે બ્લેકરૉકના પ્રોપરાઇટરી સિસ્ટમેટિક એક્ટિવ ઇક્વિટી અભિગમનો લાભ લે છે. આ રોકાણકારોને ગતિશીલ, બધાથી અલગ અને સંભવિતપણે ઓછા ખર્ચાળ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. એસએઈના સમર્થન સાથે આ ફંડનો ઉદ્દેશ્ય તમામ બજાર ચક્રોમાં નિયંત્રિત રિસ્ક ફ્રેમવર્કમાં શિસ્તબદ્ધ રોકાણ પ્રક્રિયા દ્વારા લાંબા ગાળે મૂલ્ય પૂરું પાડવાનો છે. સિસ્ટમેટિકના ગ્લોબલ હેડ અને સિનિયર મેનેજિંગ ડિરેક્ટર રફાયેલ સાવીએ જણાવ્યું હતું કે 40 વર્ષોથી બ્લેકરૉક સિસ્ટમેટિકે ક્લાયન્ટ્સ માટે વિવિધ પ્રકારના આલ્ફા પૂરા પાડવા માટે નવીનતા, ડેટા સંચાલિત આંતરદ્રષ્ટિ અને માનવીય નિપુણતાનું મિશ્રણ કરીને સક્રિય રોકાણોમાં નવા મોરચા ખોલ્યા છે. અમે ભારતમાં રોકાણકારો માટે આ રોકાણ અભિગમ લાવવા માટે જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ સાથે ભાગીદારી કરતા ગર્વ અનુભવીએ છીએ.એનએફઓની વિગતો નીચે રજૂ કરવામાં આવી છેઃ

ફંડનું નામ-જિયોબ્લેકરૉક ફ્લેક્સી કેપ ફંડ



તેના હેઠળ શું મળશે-આ સ્કીમનો રોકાણ ઉદ્દેશ્ય બધા જ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ મેળવવાનો છે. સ્કીમનો રોકાણ ઉદ્દેશ્ય હાંસલ થશે તેની કોઈ ખાતરી નથી.


 

 

અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા દેશવ્યાપી એક્સેસ

જિયોબ્લેકરૉક ફ્લેક્સી કેપ ફંડ હવે ચાલુ એનએફઓ દરમિયાન જિયોફાઇનાન્સ એપ્લિકેશન અને www.jioblackrockamc.com પર લાઇવ છે અને રોકાણ માટે તૈયાર છે. આ ફંડ ભારતના મુખ્ય ડિજિટલ ફાઇનાન્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે, જેમાં ગ્રો, ઝેરોધા, પેટીએમ મની, ઇન્ડમની, ધન કુવેરા, 5Paisa, FYERS તેમજ અન્ય સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ (આરઆઈએ)નો સમાવેશ થાય છે. આ વિશાળ હાજરી રોકાણકારોને વધુ પસંદગી અને પહોંચ સાથે સશક્ત બનાવે છે.


Share

Related posts

ભરૂચ : હાંસોટના સાહોલ ગામ નજીક કારને નડ્યો અકસ્માત,કારમાં સવાર 3 લોકોને ઇજા

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે મહિલાનું કરૂણ મોત.

ProudOfGujarat

ગમે તે ઘડીએ હાર્દિક સાથે બાબા રામદેવ વાળી થઈ શકે છે, પોલીસે ઉપવાસી છાવણીથી સોલા સિવિલ સુધી રિહર્સલ કર્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!