Proud of Gujarat
FeaturedGujarat

રાજપીપળામાં નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ સેવા મંડળના પ્રથમ સ્થાપના દિનની ઉજવણી…

Share

વિશાલ મિસ્ત્રી રાજપીપળા–

નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ સેવા મંડળના પ્રમુખ મહેશભાઇ રમણલાલ પંચાલના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપળાના સ્વામીનારાયણ મંદિર ખાતે નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ સેવા મંડળના પ્રથમ સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી.આ કાર્યક્રમમાં બાળકોની વિવિધ શૈક્ષણિક સ્પર્ધાના અને રમતોત્સવના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી તેમના અભિવાદન સાથે બાળકોને પ્રોત્સાહિત કરાયાં હતાં.

Advertisement

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી-૨૦૧૮ માં થયેલી નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ મંડળની સ્થાપના બાદ આ મંડળ દ્વારા દર માસે નિયમિત રીતે અમાસના દિવસે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવે છે.તે થકી સમાજના લોકો વિવિધ સરકારી યોજનાઓની વાકેફ થઇ તેનો મહત્તમ લાભ લઇને આર્થિક રીતે પગભર બને તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓનાં વિશેષ વક્તવ્ય સાથે માર્ગદર્શન મળી રહે તેવું સુચારૂં આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે સમાજના મંડળનાં પ્રમુખ મહેશભાઇ પંચાલે જણાવ્યું હતું કે,સમાજના પરિવારો અને તેમના બાળકો પરસ્પર એકબીજા સાથે પરિચિત થાય અને સમાજના ઉત્કર્ષ માટે જાગૃતિ કેળવાય તેવો આશય આવા કાર્યક્રમોનો રહેલો છે.સમાજના વધુને વધુ લોકો જોડાય તેવું આહવાન તેમણે કર્યું હતું.આ વાર્ષિક સમારોહમાં આમંત્રિત મહાનુભાવો તરીકે ગૌરીશંકર દવે,હિતેશભાઇ પંડ્યા અને ઉન્નતીબેન વ્યાસે ખાસ હાજરી આપીને વિવિધ સ્પર્ધા અને રમતોત્સવના નિર્પાયક તરીકેની વિશેષ સેવાઓ આપી હતી.આ પ્રસંગે પંચાલ સમાજના ઉપપ્રમુખ વાસુદેવભાઇ પંચાલ,ખજાનચી મુકેશભાઇ પંચાલ,જગદીશભાઇ પંચાલ સહિત સમાજના અન્ય આગેવાનો.સભ્યો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Share

Related posts

ભરૂચ કોરોના મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે બેન્ક ઓફ બરોડા દ્વારા વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2593 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના પાછળના ભાગે સૂકા કચરામાં આગ લાગી.ચારથી પાંચ જેટલા કાચા મકાનો નો બચાવ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!