મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલા ગામ તળાવના સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી જેમાં આગ ધીમે-ધીમે આગળ વધતા કાચા ઝુપડા સુધી પહોંચી ગઈ હતી.જ્યારે આજુબાજુના રહીશોને માલુમ પડતા જ રહીશોએ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી.અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી હાલ તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે આ આગમાં દસથી પંદર જેટલા ઝૂંપડાંઓ બચાવ થવા પામ્યો હતો.હાલ તો કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઈજા પહોંચવા પામી નથી.

1 COMMENT

  1. સ્થાનિક કક્ષા ના ખૂબ સુંદર કવરેજ ખૂબ ખૂબ ધન્યવાદ

LEAVE A REPLY