Proud of Gujarat
FeaturedGujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ જળ દિનની ઉજવણી કરાય. શહીદ દિનની આગોતરી ઉજવણી કરાય.પીળું,લીલું,ખારું,કાળું,પાણી ક્યાં જાણો?

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે વિશ્વ જળ દિનની ઉજવણી કરવામાં આવી હતી..આ નિમિતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિરમાં ઉપસ્થિત તમામ વક્તાઓએ જણાવ્યું હતું કે વિશ્વ માટે જળ અનિવાર્ય છે અને જળની માત્રા સાચવવી અને જળનું કરકસરયુક્ત ઉપયોગ કરવો આપડા સૌની ફરજ છે.જળ એજ જીવન છે.શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું .એટલુંજ નહિ પરંતુ શહીદ દિન શનિવારે હોવાથી આગોતરી શ્રદ્ધાંજલિ શહીદોને પાઠવવામાં આવી હતી.આ તબ્બકે વિવિધ વક્તાઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા .ભરૂચ નગર ખાતે પાણીના સ્ત્રોતો ધીમે ધીમે સુકાય ગયા છે.નર્મદા નદી વિવિધ સ્થાનકોએ એટલી બધી સુકાય ગઈ છે એટલે કે સાંકડો પટ થઈ ગયો છે કે નદી કિનારા પર વસવાટ કરનારા નર્મદા નદી ઓળંગીને અવર-જવર કરી રહ્યા છે.જયારે દહેજ વિસ્તારમાં ખારું,કાળું,પીળું અને લીલું પાણી ખાડા ખોદવાથી મળે છે.જયારે અંકલેશ્વર GIDC માં પણ ભૂરા અને પીળા પાણીના પગલે આરોગ્ય જોખમમાં મુકાયું છે.નર્મદા નદીના સુકાતા પટના કારણે અને ભરૂચ જિલ્લાના ઝડપી ઔદ્યોગિકરણ ના પગલે આ પરિસ્થિતિનું સર્જન થયું છે.સરકારે લોકોનો સાથ સહકાર લઇ પાણી બચાવવા તથા પાણી ને દુષિત થતું અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ જેથી આપડી આવનારી પેઢીને આ મુસીબતોનો સામનો ન કરવો પડે.આ આપડી તથા સરકારની ફરજ છે.

Advertisement


Share

Related posts

વાગરા વિધાનસભા બેઠક પર ભાજપે આપ્યો કોંગ્રેસને ઝટકો, ૩૦૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયા ખેસ ધારણ કર્યો

ProudOfGujarat

હાલોલ તાલુકાના તાજપુરા ખાતે “અભયમ” મહિલા સમેંલનમાં નારીશક્તિ ઊમટી પડી

ProudOfGujarat

પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!