Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રા.પંચાયતમાં ચુંટણીમાં સરપંચના ૧૫૯ – સભ્યોના ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા.

Share

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતની ચુંટણી માટે ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન થશે. સરપંચ-સભ્યો માટે ઉમેદવારીપત્રો ભરવા નેત્રંગ તાલુકા મથકે ભારે ઘસારો જોવા મળ્યો હતો. જેમ-જેમ મતદાન અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની દિવસો નજીક આવી રહ્યા છે તેની સાથે નેત્રંગ તાલુકામાં રાજકીય વાતાવરણમાં ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ભરૂચ જીલ્લામાં વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની ગ્રા.પંચાયતના પરીણામના પડઘા છેક ગાંધીનગર પડશે તો નવાઈ નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ત્રણેય તા.પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા આ વખતે ઝઘડીયા વિધાનસભાની બેઠક કબ્જે કરવા ભાજપે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ-બીટીપી પણ પોતાના સમથઁક સરપંચોની ચુંટી લાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. નેત્રંગ તાલુકાની કેટલીક ગ્રા.પંચાયતોમાં ભાજપ-કોંગ્રેસ અને બીટીપીના કાયઁકતૉ સામસામે ચુંટણી લડી રહ્યા છે. કેટલાક ગામોમાં સરપંચ-સભ્યોના ચાર-પાંચ પેનલ મેદાનમા ઉતરી છે. લોકતંત્રમાં આ બધું શક્ય છે.આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર છે એટલે ગ્રા.પંચાયતની ચુંટણી ત્રણેય રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ પુરવાર થઈ શકે તેમ છે.

ઉલ્લેખનીય છેકે, નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રા.પંચાયતમાં ચુંટણીમાં સરપંચના ૧૫૯ – સભ્યોના ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા છે. ૭ ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તે જ દિવસે તમામ ગ્રા.પંચાયતની ફાઇનલ લીસ્ટ બહાર પડશે. વિભાજનથી અસ્તિત્વમાં આવેલ અસનાવી, કોલીવાડા, સજનવાવ અને ચિખલી જેવી ૪ ગ્રા.પંચાયતની ચુંટણી મુલતવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગિજુભાઈ બધેકા બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુરની આંગણવાડીઓમાં પોષણ સુધા યોજનાનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કેચરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકારો ને અપમાનિત કરવા બાબત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!