Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પીએચસી ખાતે કોવિડ રસીકરણનો મેગા કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ કોરોના રસીકરણનો મેગા કેમ્પ યોજાયો હતો. કોરોના વેક્સિનના મહા અભિયાન અંતર્ગત ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝઘડિયાના પાંચ બુથ પર રસીકરણનો મેગા કેમ્પ રાખવામાં આવેલ હતો.

મળતી વિગતો મુજબ આ મેગા કેમ્પ અંતર્ગત ત્રણ વાગ્યા સુધીમાં આ પાંચ બુથો પર ૯૯૫ જેટલા લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો. સેવાભાવી સંસ્થા દ્વારા આ રસી મુકાવનારને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે રિક્ષા દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવી હતી. મેગા કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ તથા સુપરવાઇઝર જીતેન્દ્રસિંહ બોડાણા અને આરોગ્ય કર્મીઓ દ્વારા જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમરપાડાના ઘણાવડ પ્રાથમિક શાળાના શિક્ષક ફૂલસિંહ વસાવાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : રહસ્યોની માયાજાળ : પત્નીની શંકાસ્પદ હત્યા કર્યા બાદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળી આવ્યો.

ProudOfGujarat

પાનોલી ની RSPL કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!