વિશાલ મિસ્ત્રી રાજપીપળા:

ગુજરાતી મહિલા ગાર્ગી પટેલને ઇંગ્લેન્ડના બર્ગીઘમ પેલેસમાં પ્રિન્સ ચાલ્સના હસ્તે મેમ્બર ઓફ ધ ઓર્ડર બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ આપવામાં આવતા ગાર્ગીબેન પટેલે ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે.

આજે દેશ અને દુનિયાના દરેક ખૂણામાં ગુજરાતીઓનો કોઈને કોઈ ક્ષેત્રમાં ડંકો વાગી રહ્યો છે.ઇંગ્લેંડના રાજવી પરિવાર દ્વારા ગુજરાતના કરામસદના રહેવાસી ગાર્ગીબેન પટેલને તાજેતરમાં એક મહત્વનો એવોર્ડ આપવામાં આવ્યો છે.ગાર્ગીબેન પટેલ આમ તો મૂળ આણંદ જિલ્લાના કરમસદના રહેવાસી છે.તેમના પિતાનું નામ બિપિનભાઈ પટેલ અને માતાનું નામ મંદાબેન છે.54 વર્ષની વયના ગાર્ગીબેન પટેલ વર્ષોથી ઇંગ્લેડનમાં રહે છે અને ઈમિગ્રશન એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ઇમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે.ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીયોને કોઈ વિઝા માટે અને ઇંગ્લેન્ડથી પરત ભારત આવવા માટે તકલીફો પડે છે.તેવા લોકો સરળતાથી ભારત આવી શકે તે માટે એમણે ઇંગ્લેન્ડમાં પ્રશંસનીય કરી હતી.
એમની આ પ્રશંસનીય કામગીરીની નોંધ ઇંગ્લેન્ડના રાજવી પરિવારે લીધી અને એમને રાજવી પરિવારના લંડન ખાતેના બર્મીઘમ પેલેસ ખાતે પ્રિન્સ ચાલ્સના હસ્તે મેમ્બર ઓફ ધ ઓર્ડર બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.એક ગુજરાતીની મહિલાએ ગુજરાતનું ગૌરવ વિશ્વ કક્ષાએ વધાર્યું છે.

LEAVE A REPLY