Proud of Gujarat
FeaturedGujarat

ટીબી રોગ નિર્મુલન કરવા ધોળકા તાલુકાનાં ખાનગી તબીબો માટે આરોગ્ય વિભાગ ધ્વારા સી.એમ.ઈ.નું આયોજન કરવામાં આવ્યું…

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

રીવાઇઝડ નેશનલ ટીબી કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ગ્રામ્ય ધોળકા તાલુકા ખાનગી તબીબો માટે ટીબી રોગ વિશે માહિતી અને નવીન અપડેટ આપવા માટે સેમીનારનું આયોજન ડૉ. દિક્ષિત કાપડીયા, જીલ્લા ક્ષય અધિકારી અમદાવાદની અધ્યક્ષતામાં અને ડૉ. મુનિરા વોહ્રા તાલુકા હેલ્થ ઓફીસરની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતુ. આ સીએમઈમાં ધોળકા મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડૉ.મહેશભાઇ ઠક્કર,તેઓના સંલગ્ન તમામ ડોક્ટરો સાથે ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ગ્રામ્ય,ધોળકા તાલુકાનો તમામ હેલ્થ સ્ટાફ તેમજ અન્ય ખાનગી તબીબો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Advertisement

ડૉ. દિક્ષિત કાપડીયા, જીલ્લા ક્ષય અધિકારી અમદાવાદએ ઉપસ્થિત તમામ ને ટીબી કાર્યક્ર્મ અંતર્ગત ૯૯ ડોટ્સ, નિક્ષય પોષણ યોજના તેમજ જીન એક્ષપર્ટ સીબીનાટ ટેસ્ટ ફેસીલીટીની માહીતીથી અવગત કરેલ તેમજ તમામ ખાનગી તબીબોને ટીબીના તમામ દર્દીઓ નોટીફાઇ કરાવવા આહવાન કરેલ હતુ.  

ધોળકા મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડૉ. મહેશભાઇ ઠક્કર જણાવ્યું હતું કે અમારી પાસે આવતા દર્દીઓને અમે પુર્ણ સારવાર આપીએ છીએ તેમજ ટીબી રોગને નાબુદ કરવા માટે સરકારની સાથે સંલગ્ન રહી કામ કરશે અને તમામ ટીબીના દર્દીઓ નોટીફાઇ કરાવવા ખાનગી તબીબોને જાણ કરેલ છે.  


Share

Related posts

હોળી પર્વ નજીક આવતા ભરૂચ જીલ્લાના બજારમાં સેવ, સાકર, ચણા, સિંગ અને ધાણીના બજારોમાં તેજી

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના ખેડૂતો ને સમયસર વીજળી ન મળતાં ખેડૂતો એ જીઈબી કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો .અને વહેલી તકે ખેડૂતો ના પ્રશ્નો ને નિરાકરણ નહી કરાઈ તો તાળા બંધી કરવા ની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી હતી…..

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં હોમગાર્ડ,જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને સરકાર કયારે પોલીસ કેડર આપશે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!