Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શાંતિનગર નજીક લાકડા ના ગોડાઉન માં પ્લાય પડતા મહિલા નું મોત અન્ય 3 ઈસમો ને ઇજા પહોંચી હતી.

Share

પતિ-પત્ની તેમજ શેઠ ના પુત્ર ને અન્ય એક ઈસમ પ્લાય ટેમ્પા માં ભરવા જતી વેળા ઉપર જથ્થો પડતા ઇજા પહોંચી હતી. મૃતક ના પતિ સહીત અન્ય ત્રણ ને સામાન્ય ઇજા પહોંચી થઇ હતી. ઘટના અંગે જી.આઈ. ડી.સી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.

મૂળ બિહારના ચંપાનગર ભાગલપુર અને હાલ અંકલેશ્વર મારુંધીધામ 2 માં સારંગપુર ખાતે રહેતા જયરામ મંડલ અને તેની પત્ની કંચન દેવી શાંતિનગર ખાતે લાકડા ના ગોડાઉન માં મજૂરી કામ કરી રહ્યા હતા. તેઓ લાકડાની પ્લાય નો જથ્થો ટેમ્પા માં ઉપાડી ને ભરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ પ્લાય નો જથ્થો ઉપર થી દંપતિ અને શેઠ ના પુત્ર ને અન્ય એક ઈસમ પર પડ્યો હતો. સ્થાનિક લોકો દોડી આવી પ્લાય હતા તમામ ને બહાર કાઢ્યા હતા અને તેમને ઇજા સાથે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કંચન દેવી ને તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી. જયારે જયરામ મંડલ અને અન્ય બે ને સામાન્ય ઇજા પહોંચી હતી. તેઓ સારવાર હેઠળ છે. ઘટના અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક કે જાણ થતા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સિનેમાગૃહ સંચાલકો નું ગુલાબ નું ફૂલ આપતી કરની સેના

ProudOfGujarat

ગોધરા એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

દહેજની BEIL કંપનીમાં ₹2,212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક રીતે નાશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!