Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પુનઃ ટોલ કર્મી એ ચાલક ને ફટકર્યો હોવાની ઘટના સામે આવી છે. 

Share

ટોલ પ્લાઝા પર ટ્રક ના ઉભી રાખતા ટોલ કર્મી ટ્રક પર ચઢી ને ચાલક ને માર માર્યો હતો. ચાલક દ્વારા 112 ની મદદ મેળવી બી ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી.પોલીસે પ્રાથમિક સીસીટીવી ટોલ ના તપાસી કર્મચારી સામે અટકાયતી પગલાં ભર્યા હતા.

ભરૂચ નજીક આવેલા માંડવા ટોલ પ્લાઝા પર કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. ઓવરલોડના બહાને એક ટ્રકને રોકી, તેની આગળ ડ્રમ મૂકી દીધા બાદ ટોલ કર્મચારીઓએ ટ્રક ચાલકને કેબિનમાં ઘુસીને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે બુધવાર ની સવારે લગભગ 10:30 વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલક માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓએ ટ્રકને ‘ઓવરલોડ’ કહીને રોકી હતી. ટ્રક ચાલક સાથે બોલાચાલી થતાં કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવવા માટે તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેમને માર માર્યો હતો. દિવસના અજવાળામાં અને અન્ય વાહનચાલકોની હાજરીમાં આ પ્રકારની દાદાગીરી થતાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ કર્યો હતો. 112 પર કોલ થતા જ, પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના આગમન બાદ ટ્રક ચાલકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે અરજી સ્વીકારી આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ટોલ પ્લાઝા પર ઓવરલોડના બહાને વાહનચાલકોને હેરાન કરવાની અને માર મારવાની ઘટનાઓ વધતા વાહન ચાલકો માં ભયનું વાતાવરણ ફેલાયું છે. પોલીસે આ મામલે તાત્કાલિક અને કડક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

ProudOfGujarat

આમોદ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે ધારાસભ્યએ સ્થળ વિઝીટ કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!