Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિ. પં.ની સામાન્ય સભા : ૨૧૨ કરોડથી વધુના ૧૮૫ રોડ-રસ્તાના કામોને બહાલી

Share

સામાન્ય સભાના કુલ ૧૩ એજન્ડા ચર્ચામાં લેવાયાં, સર્વાનુમતે બહાલી મળી
ભરૂચ.
ભરૂચ જિલ્લા પંચાયતની ત્રિમાસીક સામાન્ય સભામાં દિવાળી પહેલાં વિકાસના અધધ… કામોને મંજૂરી આપી પંચાયતી રાજે જિલ્લાવાસીઓને દિવાળીની ભેટ આપી છે, જેમાં જિલ્લાભરમાં ૨૧૨.૭૭ કરોડની મત્તાના ૧૮૫ રોડના કામો માટે બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખે ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી રકમના આટલા કામો એક સાથે લેવાયાં હોવાનો દાવો કર્યો છે.
ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સોમવારે બપોર ૧૨ વાગ્યાના અરસામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની અધ્યક્ષતા અને ડીડીઓ યોગેશ કાપરોની ઉપસ્થિતીમાં સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સામાન્ય સભાના કુલ ૧૩ એજન્ડા ચર્ચામાં લેવાયાં હતાં. જેમાં ગત ૨૨મી મેના રોજ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ વંચાણે લઈ તેને બહાલી અપાઈ હતી. ઉપરાંત તેના પર લેવાવેલાં નિર્ણય પર લેવાયેલાં પગલાના અહેવાલોને પણ બહાલી અપાઈ હતી. ઉપરાંત વિવિધ મુદ્દાઓ પણ ચર્ચામાં લેવાયાં હતાં.
સામાન્ય સભામાં કરાવેલી ચર્ચાને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે, આ વખતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના ઈતિહાસની પહેલી એવી સામાન્ય સભા રહી હતી. કે તેમાં સૌથી વધુ કામો અને તે કામો માટે સૌથી વધુ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા પંચાયત હેઠળ આવતાં ૧૮૫ જેટલાં રોડના કામ માટે અંદાજિત ૨૧૨.૭૭ કરોડના ટેન્ડર કરવામાં આવ્યાં છે, જે પૈકીના ૧૩૭ રસ્તાઓની કામગીરીના ટેન્ડરની મંજૂરી સરકારમાંથી આવી ગઈ છે. અને તે પૈકીના ૯૫ રોડ-રસ્તાના કામોના વર્ક ઓર્ડર પણ ઈસ્યુ કરી દેવાયા છે.જ્યારે બાકીરહેલાં ૭૮કામો હાલમાં ડિપોઝીટ લેવલ પર છે ત્યારે તે પણ ટૂંક સમયમાં શરુ થઈ જશે.
જર્જરિત ઈમારતોના કામોની પણ મંજૂરી અપાઈ છે 

જિલ્લા પંચાયત હસ્તકની ૧૬ આંગણવાડીઓ, ૮ શાળા, ૬ દૂધ ડેરીની ઈમારતો તેમજ પ ડ્રેનેજ લાઈન સહિતના કામોની ટેન્ડર પક્રિયા કરવામાં આવી હતી. જેમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ કામો સત્વરે પૂર્ણ થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. બીજી તરફ સામાન્ય સભામાં સુવિધાપથ યોજના હેઠળના ૨૨ કામો તેમજ બજેટ યોજના હેઠળના ૭ રિસરફેસિંગ રોડના કામોને બહાલી આપવામાં આવી હતી.
સીડીપી-૫ યોજના હેઠળની ૬૭ ગ્રામ પંચાયતોના ટેન્ડરોને મંજૂરી અપાઈ 

સામાન્ય સભામાં જિલ્લાની ૫૪૫ ગામ પંચાયત પૈકી સીડીપી-૫ યોજના હેઠળ ૧૪૯ તેમજ આરજીએસએ યોજના હેઠળ ૧૭ ગ્રામ પંચાયતોને મંજૂરી મળી છે. ઉપરાંત સીડીપી પ યોજના હેઠળ ૧૭ ગામ પંચાયતોના ૧૯.૫૦ કરોડના કામોના ટેન્ડરોને આજની સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.


Share

Related posts

ઝઘડીયાનાં ઉચેડિયા ગામે રૂપિયાની ઉઘરાણી કરનાર ઇસમો દ્વારા ફોર વ્હીલ ગાડીનું અપહરણ…

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ : ખુશી ચુડાસમા રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં સિલેક્શન થઈ.

ProudOfGujarat

વિરમગામ તાલુકા સેવાસદન મામલતદાર કચેરી મા ભ્રષ્ટ અઘિકારી અને વચેટિયા રાજથી અરજદારો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!