Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મસ્જીદમાં મોબાઈલ ગુમ થવા મુદ્દે તકરારમાં ચાર જણા પર ૪ શખ્સોનો હૂમલો 

Share

આમોદના રોઝા ટંકારિયા ગામે બનેલી ઘટના
ભરૂચ.
આમોદ તાલુકામાં આવેલાં રોઝા ટંકારિયા ગામે રહેતા જહીર મોહમદ ઈબ્રાહિમ વોરા પટેલ તેના મિત્રો તનવીર ઉસ્માનગની પટેલ, ઝુબેર આદમ પટેલ તેમજ ઈકરામ સાદીક પટેલ સાથે ગામના મેઈન બજારમાં આવેલાં ડેલા પાસે ઊભા હતાં તે વેળાં તેમના ગામના જ ઈબ્રાહિમ ઈસાક પટેલ, સાહિલ ઈબ્રાહિમ પટેલ, ઈરફાન આદમ પટેલ તેમજ ઈમશન આદન પટેલ હાથમાં લાકડીના ધોકા લઈને તેમની પાસે આવ્યાં હતાં.
અરસામાં સાહિલ પટેલે જહીરની પાસે જઈને તારો ભાઈ જાવીદ કેમ ગત ૨૭મી સપ્ટેમ્બરના રોજ મસ્જીદમાં મોબાઈલ ગુમ થવા બાબતની પુછપરછ વેળા કેમ સામો જવાબ આપો હતો. તે કોઈ દાદી થઈ ગયો છે તેમ કહી તકરાર કરતાં જહીર અને તેના મિત્રોએ તેમને સમજાવવાનો પ્રયાસ કરી જણાવ્યું હતું કે, તમારો મોઈબાલ મસ્જીદમાં ગુમ થયેલો મોબાઈલ આમતેમ મુકાઈ ગયો હોઈ તમે મારા ભાઈ પર શકવહેમ કરો તે યોગ્ય નથી. તેમ કહેતાં તેઓએ વાતવણસતા તેઓએ ઉશ્કેરાઈ જઈ તેમના જહીર અને તેના મિત્રો પર હૂમલો કરી લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગસ્તોને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી હૂમલાખોરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Share

Related posts

કૃષ્ણા શ્રોફનો દેશી અવતાર: 4 પરંપરાગત દેખાવ જે સાબિત કરે છે કે તે એક સાચી ગામડાની છોકરી છે

ProudOfGujarat

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!