Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નવરાત્રી તેના અંતિમ ચરણમાં આજે આસો નવરાત્રીની આઠમની વિવિધ મંદિરોમાં ઉજવણી

Share

દાંડિયા બજારમાં આવેલ અંબાજી મંદિરેએ સવારથી જ ભક્તોની જોવા મળી ભીડ

આસો સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણીક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે.આજે આસો સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે આઠમ નિમિત્તે ભક્તોએ માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Advertisement

Share

Related posts

આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ.

ProudOfGujarat

નર્મદા ડેમની સપાટીમાં વધારો, સપાટી 123.49 મીટરે પહોંચી

ProudOfGujarat

લખતર ખાતે વિશ્વકર્મા સત્સંગ કથા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!