Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમના નોરતે ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ  સેવા સમાજે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને અનોખી સલામી આપી

Share

ભરૂચ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવા રવિવાર, તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર ૧૧:૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો છે. જેમના દિશાનિર્દેશ અને આહવાનને સ્વિકારીને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભરૂચના ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સાતમા નોતરે રાત્રે એક જ તાલે, એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમ્યા હતા. દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ  સેવા સમાજે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો. “ભરૂચના ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્રારા ઓપરેશન સિદૂર પર ગરબા ઘૂમીને શક્તિની આરાધના ના પર્વ ને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો. જેમાં સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

યુવાન અને ખંતીલા એવા કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે ઉમેદવારી નોંધાવી.ઘણાં દિવસથી કોંગ્રેસના ઉમેદવાર કોણ તે અંગે ચાલતી ચર્ચા,અટકળોનો છેવટે અંત આવ્યો…

ProudOfGujarat

ઉત્તરવાહીની નર્મદાના કિનારે આવેલા આશ્રમોમાં પ્રથમ વખત નર્મદા જ્યંતી ઉજવાઈ નહિ!

ProudOfGujarat

રાજપીપળા ખાતે નર્મદા, ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના 1000 થી વધુ શિક્ષકો તથા કર્મચારીઓની ધોધમાર વરસતા વરસાદમાં ભવ્ય રેલી યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!