Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીના માર્ગના પેવર બ્લોક કામોનો શુભારંભ

Share

ભરૂચ

ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં નાગરિકોની વર્ષોથી ચાલતી માંગનો અંત આવ્યો છે. બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીના માર્ગને પેવર બ્લોકથી સુદ્રઢ બનાવવા માટે આજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતાં વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરાયેલા આ કામ પર આશરે રૂ. 75.86 લાખનો ખર્ચ થવાનો છે. માર્ગ પર પેવર બ્લોક સ્થાપિત થવાથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે, વરસાદી મોસમમાં કાદવ અને પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તથા નાગરિકોને સ્વચ્છ અને સુવિધાજનક માર્ગ મળશે.

Advertisement

પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, *“ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ માટે સરકારની યોજનાઓનો લાભ લઈ રસ્તા, ગટર, લાઇટિંગ અને અન્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. નજીકના ભવિષ્યમાં બંબાખાના વિસ્તારના માર્ગો અને ગટર લાઈનના નવીનીકરણ માટે પણ મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવશે.” સ્થાનિક રહેવાસીઓએ પણ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ માર્ગ પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યા ઓછી થશે તેમજ સ્વચ્છતા અને સુવિધાઓમાં ગુણાત્મક સુધારો થશે.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર પ્રમુખ જતીન શાહ, ગણેશ કાયસ્થ, તિનેશ મીસ્ત્રી, ચિરાગ ભટ્ટ, સતીશ મિસ્ત્રી, દીપક મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરનાં રાજપીપળા ચોકડીથી જી.આઇ.ડી.સી. ને જોડતા બિસ્માર માર્ગેને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો.

ProudOfGujarat

ગોધરા શહેરના રણછોડજી મંદિર પાસે આવેલી બે વાસણની દુકાનમાં શોર્ટસર્કિટથી લાગી આગ.

ProudOfGujarat

ભરૂચ પોલીસે ઝઘડિયામાં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કંપનીમાં ચોરી થયેલ એસ.એસ. ના પાઇપ અને બોલ્ટ રૂ. 5,02,050/- સાથે બે ઈસમને ઝડપી પાડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!