Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

Share

ભરૂચ.

નારી વંદન ઉત્સવ અંતર્ગત તારીખ ૦૪/૦૮/૨૦૨૫ના રોજ  રોટરી કલબ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ ની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર,જિલ્લા રોજ્ગાર કચેરી, જિલ્લા ઉધોગ કેન્દ્ર ભરૂચના નેતૃત્વ હેઠળ નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન’ દિવસ તેમજ મહિલા સ્વરોજગાર મેળા” નું આયોજન “રોટરી કલબ, ભરૂચ” ખાતે કરવામાં આવ્યું.

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સવંત,દહેજ પ્રતિબંધક અધિકારી પી.વી.વસાવા, રોજગાર વિભાગમાંથી પ્લેસમેન્ટ ઓફિસર જીગ્નેશ ભાઈ, જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર માંથી સિનિયર ક્લાર્ક મહેશભાઇ ચૌધરી તેમજ વિવિધ કંપનીઑ કેટી અપેરેલ્સ ઈન્ડિયા પ્રા.લી.વટારીયા, એમ આર એફ લીમીટેડ દહેજ, એસ બી આઈ લાઈફ ઇન્સ્યોરન્સ અંકલેશ્વર, આધ્યા કન્સલ્ટન્સી ભરૂચ, એસ આર એફ લીમીટેડ દહેજ, મેક્ષ લાઈફ ઇન્સ્યોરન્સ ભરૂચ, નંદય ક્રીએસન ભરૂચ, આઈડીયલ લાઇટીંગ સિસ્ટમ અંકલેશ્વર, બીમા સખી ભરતી યોજનાના કર્મચારીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ તેમજ ૪0૦ થી વધુ મહિલાઓ હાજર રહેલ.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાસંગિક ઉદબોધન દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં જુદા જુદા વિભાગ તેમજ સંસ્થામાંથી પધારેલ અધિકારીઓ તેમજ મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ મહિલાઓને સમજ આપી તેમજ રોજગારી માટે ૧૧૮  બહેનોએ રોજગારી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રોગામ દરમ્યાન વ્હાલી દિકરી યોજનાના ૬૦ જેટલા મંજુરી હુકમનું વિતરણ કરેલ. અંતે મહિલા અને બાળ અધિકારી દ્વારા સર્વેનો આભાર માની આ કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

ભરૂચમાં રહેતાં સ્વિટીબેન અડવાણી એક્રેલિક રંગોલીનું હોલસેલ પ્રોડેક્શન કરે છે. ગરીબ અને ઘરકામ કરતી મહિલાઓને રોજગારની તક પુરી પાડવાનો પ્રયાસ કરે છે. મહિલાઓના સશક્તિકરણ માટે અને તેમને પગભર કરવા માટે સતત પયત્નશીલ રહે છે.  ત્યારે તેમના હસ્તક પણ મહિલાઓને પત્ર આપવામાં આવ્યાં હતાં.


Share

Related posts

અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા જેવા જિલ્લાઓમાંથી ઢોર ચોરી તથા ઘરફોડ ચોરીઓ તેમજ વડનગર પોલીસ સ્ટેશનનાં ગુનાનાં નાસતા ફરતા આરોપીને અને મુખ્ય સૂત્રધારને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ અરવલ્લી..

ProudOfGujarat

ભરૂચ : 212 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો કોરોના ગાઈડલાઇન સાથે તા.29 થી પ્રારંભ, જાણો શું છે દંતકથા.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી ખાતે એકલવ્ય એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની સબ જુનિયર તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!