Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસી રિઝર્વ તળાવમાંથી એક મગરનું બચ્ચું પકડાયું છે. 

Share

વાલીયા ચોકડી નજીક આવેલા આ તળાવમાં મગર ની હાજરી નોંધાવા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 4 મહિના પૂર્વે પણ મહાકાય મગર નજરે પડ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી તળાવ માં 4 મહિના બાદ પુનઃ મગર ની હજારી જોવા મળી હતી. ગત રોજ તળાવમાં મગર જોવા મળ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે તુરંત પાંજરૂ ગોઠવ્યું હતું, જેમાં મગરનું બચ્ચું ફસાયું હતું.વન વિભાગે મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મુકવાની કવાયત શરૂ કરી છે. અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની સાથે જોડાયેલી નદીઓમાં મગર ની હાજરી સામાન્ય છે, પરંતુ હવે શહેરી વિસ્તારના તળાવમાં પણ મગર દેખા દેતા ચિંતા વધી છે. અગાઉ મસમોટા મગર ની હાજરી જોવા મળી હતી. આ તળાવની આસપાસ બનાવેલા વોકિંગ વે પર સવાર-સાંજ મોટી સંખ્યામાં લોકો ચાલવા અને કસરત કરવા આવે છે. મગરની હાજરીને કારણે તંત્ર અને સ્થાનિક લોકો એ સાવચેતી રાખવી જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-પાલેજ નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરબાઇક સાથે ઘોડી અથડાતા બાઇક પર સવાર તેમજ ઘોડીનું મોત થયું હતું અને એકને ઇજા થવા પામી હતી….

ProudOfGujarat

સુરત : છાપરાભાઠામાં લગ્ન પ્રસંગે રૂપિયાની લેવડદેવડ મામલે બે જૂથ વચ્ચે અથડામણ.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નો પૂજાપો અને ફુલહાર નું કલેક્શન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!