Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં નાણાકીય જાગૃતિનું મહાઅભિયાન “તમારી મૂડી, તમારો અધિકાર” નો કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ 

અંકલેશ્વર મા શારદા ભવન હોલ ખાતે ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA ના સહયોગ અને લીડ બેંક ભરૂચ – બેંક ઓફ બરોડાના સંયુક્ત આગેવાનીમાં રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે નાણાકીય જાગૃતિ અને નાગરિક અધિકાર માટે તમારી મૂડીતમારો અધિકાર ના કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA જેવી અગ્રણી નાણાકીય નિયમનકારી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ભરૂચ – બેંક ઓફ બરોડાની લીડ બેંક શાખાએ આ અભિયાનનું સંયુક્ત નેતૃત્વ કર્યું હતું.

Advertisement

        કેમ્પમાં નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા અપ્રાપ્ત નાણાં (Unclaimed Financial Assets) અંગે માહિતી આપવી અને તેનો દાવો કેવી રીતે કરવો તે સમજાવવામાં આવ્યું હતું. તેમજ વિડીયો પ્રદર્શન દ્નારા દાવા કરવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી. આ જાગૃતિ કેમ્પના માધ્યમથી નાગરિકોને તેમની મહેનતની કમાણી પાછી મેળવવામાં તાત્કાલિક સફળતા મળી હતી. એક જ દિવસમાં ૨૦ દાવેદારોએ તેમના દાવાઓના પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા હતાજેના થકી અંદાજે રૂા. ૩૨ લાખની રકમ સફળતાપૂર્વક મેળવાઈ હતી.

 ઉલ્લેખનીય છે કેકેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આ જનજાગૃતિ અભિયાનનો શુભારંભ ૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગાંધીનગરગુજરાત ખાતે કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં લાંબા સમયથી બિન-દાવાગ્રસ્ત (Unclaimed Financial Assets) રહેલા નાણાં અંગે સચોટ માહિતી આપવાનો અને આ મૂડી પર દાવો કેવી રીતે કરવો તેની સરળ પ્રક્રિયા સમજાવવાનો છે.  આ કાર્યક્રમમાં મુખ્ય મહાપ્રબંધકભારતીય સ્ટેટ બેંક શ્રી બાલાજી કુમાર સિંહ સામંતા, ઉપ મહાપ્રબંધકબેંક ઓફ બરોડા – સુરત ઝોન શ્રી પ્રેમસિંહ નેગી, ગુજરાત ગ્રામિણ બેંક – સુરત શ્રી રાજ કપૂરપ્રદેશ પ્રબંધક, જેવા વિશિષ્ટ મહેમાનો અને વક્તાઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

નવસારીમાં ડહોળુ, ઓછા પ્રેશરથી, અપૂરતુ પાણી આવવાની બૂમ

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નાંદ ગામે આપ ના સમર્થકના પરિવારજનો પર હુમલો

ProudOfGujarat

રાજપીપળા : શ્રીમતિ સુરજબા રત્નસિંહજી મહિડા કન્યા વિનય મંદિર શાળામાં ૭૪ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!