Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૧૮મી ઓક્ટોબર ૨૦૨૫ થી તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૫ (બંને દિવસો સહિત) જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો/રસ્તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવે છે. 

Share

ભરૂચ

ભરૂચ જિલ્લામાં પ્રતિ વર્ષની માફક દિવાળીનો પર્વ ઉજવવામાં આવનાર છે. દિવાળીનાં પર્વની ઉજવણીનાં ભાગરૂપે ફટાકડા/દારૂખાનું ફોડવામાં અડચણ થાય તેવો પૂરો સંભવ સંભવ છે. ફટાકડા/દારૂખાનું જાહેર રસ્તા ઉપર ફોડવાથી જાહેર સલામતીને અવરોધ તથા ટ્રાફીકને અડચણરૂપ બને તેમ છે. આથી ભરૂચ જિલ્લામાં આવેલા જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે. એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ (૩૩(૧) (યુ) અન્વયે મળેલ સત્તાની રૂ એ ફરમાવું છું કે, તા.૧૮/૧૦/૨૦૨૫ થી તા.૨૩/૧૦/૨૦૨૫ (બંને દિવસો સહિત) દરમ્યાન ભરૂચ જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો /રસ્તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું. દારૂખાનું/ફટાકડા ખુલ્લા મેદાન, કોમન પ્લોટમાં ફોડી શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ખેડા : ઠાસરામાં બનાવટી માર્કશીટ-સર્ટીફીકેટ રેકેટમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : કોસમડીની સ્ટાર ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદશૅન – ૨૦૨૩-૨૪ યોજાયું

ProudOfGujarat

છોટાઉદેપુરનાં સંખેડામાં વીજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખની સહાય કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!